Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:કર્ક રાશિને ભાગ્યનો સાથ મળશે, ધન રાશિને ગ્રહ ગોચરથી લાભદાયી તકોના સંકેત

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ભાદરવા સુદ નોમ અને દશમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સાંજે 05:04 થી 06:34 વાગ્યા સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- ખર્ચની સાથે સાથે આવકના સ્ત્રોત પણ વધશે તેથી કોઈપણ પ્રકારનો તણાવ ન લો. આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે, જેનાથી આત્મિક શાંતિ અનુભવાશે. જો કોઈ સ્થાન પરિવર્તન સંબંધિત યોજના બની રહી હોય, તો આજે તે કાર્યો પૂર્ણ થવાની યોગ્ય શક્યતા છે. નેગેટિવ- તમારી ભાવુકતા અને ઉદારતા જેવી આદતમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે. કોઈ અજાણી વ્યક્તિ તમને ફોસલાવીને પોતાનો સ્વાર્થ સાધી શકે છે. કોઈ આવશ્યક કાર્ય માટે ઘરથી દૂર પણ જવું પડી શકે છે, સાથે જ જવાબદારીઓ પણ વધશે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત પોતાની કાર્યપ્રણાલીમાં પરિવર્તન અને વિસ્તાર સંબંધિત યોજનાઓ પર કામ શરૂ થશે. યુવા વર્ગને પોતાના કરિયર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. કમિશન સંબંધિત વ્યવસાયમાં સફળતા મળશે. ઓફિસમાં કાર્યભાર થોડો હળવો થઈ જશે. લવ- ઘરની વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવામાં જીવનસાથીનો સહયોગ માનસિક શાંતિ આપશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાનું રક્ષણ કરો તથા દિનચર્યા અને ખાનપાનને સંયમિત રાખવું જરૂરી છે. લકી કલર- જાંબલી લકી નંબર- 8 પોઝિટિવ- તમારા મોટાભાગના કામ મનપસંદ રીતે પૂર્ણ થતા જશે. નજીકના મિત્રો તથા સંબંધીઓ સાથે ખુશનુમા સમય પસાર થશે. સાથે જ તમે આરામ કરવાના તથા હળવા-ફૂલકા મૂડમાં રહેશો. પોતાની જૂની ભૂલોમાંથી શીખીને તમે તમારું આજે વધુ સારું કરવાનો પ્રયાસ પણ કરશો. નેગેટિવ- જો કોઈને પૈસા ઉધાર આપવા પડે તો સમજી-વિચારીને જ નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ અસમંજસની સ્થિતિમાં અનુભવી લોકો સાથે સલાહ-મશવરો કરો. નાની-નાની વાતો પર તણાવ લેવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. ઉતાવળ અને ભાવુકતામાં લેવાયેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યોને ખૂબ જ ગંભીરતાથી અંજામ આપો. આ સમયે તમને સારો ઓર્ડર મળી શકે છે. મીડિયા તથા કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વ્યવસાયમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ બની રહી છે. ઓફિસમાં આંતરિક વ્યવસ્થાને લઈને કંઈક ને કંઈક હલચલ રહેશે. લવ- પતિ-પત્નીના પ્રયાસોથી પરિવારમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- હવામાનના કારણે એલર્જી અને ઈન્ફેક્શનની સમસ્યા રહી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- દિવસભર પ્રસન્નતા રહેશે અને દિનચર્યા તમારી મનપસંદ રીતે વિતશે. કેટલાક લોકો તમને પડકાર ફેંકી શકે છે પરંતુ તમે તેને સ્વીકારશો અને સફળ પણ થશો. ધાર્મિક કાર્યોમાં પણ થોડો સમય ચોક્કસ વિતાવો. નેગેટિવ- ક્યાંય પણ વાતો કરતી વખતે ધ્યાન રાખો કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન થાય. કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયક રહેશે. થોડો સમય બાળકો સાથે વિતાવવાથી તેમનો ઉત્સાહ વધશે. જોકે ઘરમાં કોઈ સંબંધીના આગમનથી તમારે કોઈ મહત્વપૂર્ણ કામ સ્થગિત કરવું પડી શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહ જળવાઈ રહેશે અને તમને તમારી કાબિલિયત દર્શાવવાની તક મળશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કાર્યોમાં વધુ પૈસા ન રોકો. ઉધાર આપેલા પૈસા કે પેમેન્ટ કલેક્ટ કરવા માટે દિવસ અનુકૂળ છે. લવ- ઘરના કોઈ સભ્યને લઈને સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધો પણ લગ્નમાં પરિણમે તેવી શક્યતાઓ બની રહી છે. સ્વાસ્થ્ય- ઇજા થવાની આશંકા છે. વાહન કે મશીનરી સંબંધિત સાધનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમને પૂર્ણ રૂપે સાથ આપી રહ્યા છે. તમારા સંપર્કો અથવા મીડિયા દ્વારા વ્યક્તિગત તથા વ્યવસાય સંબંધિત વધુ જાણકારી મેળવો. ઘરને સજાવવા માટે નવી વસ્તુઓની ખરીદી અંગેની યોજનાઓ બનશે. પરિવાર સાથે કોઈ મનોરંજક યાત્રાનો પણ વિચાર બનશે. નેગેટિવ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે કેટલાક નજીકના સંબંધો નજરઅંદાજ થઈ શકે છે. તેથી તમારા સંબંધોને બગાડવાથી બચાવવા પણ જરૂરી છે. જો સંતાનના લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો તેના માટે તમારા કોઈ સંબંધી સાથે વાતચીત કરવી યોગ્ય રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં આંતરિક પ્રવૃત્તિઓ પર તીક્ષ્ણ નજર રાખવી જરૂરી છે. કોઈ બહારની વ્યક્તિ તમારા કાર્યક્ષેત્રની વ્યવસ્થામાં કોઈ વિઘ્ન નાખી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખીને શાંતિથી ઉકેલ શોધો. નોકરીમાં પોતાની ફાઈલો તથા પેપર્સને સુવ્યવસ્થિત કરવામાં ઓવરટાઈમ પણ કરવો પડશે. લવ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે તથા પરસ્પર સહયોગથી ઘરની મુશ્કેલીઓને પણ ઉકેલવામાં સક્ષમ રહેશે. સ્વાસ્થ્ય- અતિશય વ્યસ્તતા અને કાર્યભારના કારણે માનસિક તણાવ રહેશે. મેડિટેશનમાં થોડો સમય વિતાવવો તથા ઉત્તમ સાહિત્ય વાંચવું તમને ઊર્જાવાન રાખશે. લકી કલર- લાલ લકી નંબર- 4 પોઝિટિવ- પરિવાર સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તમારી હાજરી અનિવાર્ય રાખો. આનાથી સંબંધોમાં મધુરતા વધશે. ફાઈનાન્સ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાથી સકારાત્મક પરિણામો મળશે. યુવાનોનો કોઈ યોજના અમલમાં આવવાથી આત્મવિશ્વાસ વધશે. નેગેટિવ- કોઈ નજીકના સંબંધી સાથે કોઈ પ્રકારની બોલાચાલી થઈ શકે છે, તેથી તમારા ગુસ્સા અને આક્રોશ પર કાબૂ રાખો તથા શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો. યુવા વર્ગ બેદરકારીના કારણે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં તમારી અથવા કર્મચારીઓની બેદરકારીથી કેટલીક મુશ્કેલીઓ આવશે. માલ સંબંધિત કોઈ ફરિયાદ આવવાથી નુકસાન થઈ શકે છે. નોકરીયાત વ્યક્તિઓ પણ ધ્યાન રાખે કે તમારી નાની સરખી બેદરકારી મુશ્કેલીનું કારણ બનશે. આ સમય ખૂબ જ ધ્યાનથી પસાર કરવાનો છે. લવ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિથી ભરપૂર રહેશે. પ્રેમ સંબંધો અને મનોરંજન વગેરે પર સમય બગાડશો નહીં. સ્વાસ્થ્ય- સાંધાનો દુખાવો અને બ્લડ પ્રેશર જેવી સમસ્યા વધી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને ગંભીર રહો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- આજે કોઈ વરિષ્ઠના સહયોગથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળી જશે. તમે રાહત અને શાંતિ અનુભવશો તથા તમે પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા અન્ય કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. બાળકોના લગ્ન સંબંધિત કાર્યોની પણ યોજના બનશે. નેગેટિવ- આ શ્રેષ્ઠ સમયનો ઉપયોગ કરો. આળસ અને સુસ્તી હાવી ન થવા દો. તમારી યોજનાઓને કાર્યાન્વિત કરવા માટે ભરપૂર મહેનત કરો. ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારી મુશ્કેલીઓનું કારણ પણ બનશે. બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરવું તેમના માટે સહાયક રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે તથા તમને તમારી કાબિલિયત દર્શાવવાની તક પણ મળશે. નોકરીયાત વ્યક્તિઓએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવું, કારણ કે કોઈ પ્રકારના ફાઈલ વર્કમાં ભૂલ થવાની આશંકા બની રહી છે. લવ- પરિવારજનોનો એકબીજા પ્રત્યેનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસની ભાવના રાખો. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહેશે. વ્યાયામ તથા મેડિટેશનમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર- બ્રાઉન લકી નંબર- 7 પોઝિટિવ- સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સન્માનજનક રહેશે. ક્યાંય પણ રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે, પરંતુ તેનાથી સંબંધિત યોગ્ય માહિતી અવશ્ય મેળવી લો. ઘણા સમય પછી ઘરમાં મહેમાનોના આગમનથી પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે. નેગેટિવ- સમય અનુસાર પોતાના સ્વભાવમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. મોસાળ પક્ષ તરફથી કોઈ પ્રકારની બોલાચાલી થઈ શકે છે. તમારી કોઈ જીદ પરસ્પર સંબંધોને બગાડી દેશે. સાથે જ પોતાના ખર્ચાઓને પણ સંયમિત રાખો. થોડી બચત કરવી પણ જરૂરી છે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત જે યોજનાઓ બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે તથા તમામ કામ સુચારુ રૂપે થતા જશે. નોકરીયાત વ્યક્તિઓને પણ કોઈ ઉપલબ્ધિ મળવાના યોગ બન્યા છે, તેથી પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત રાખો. લવ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે. બિનજરૂરી મોજ-મસ્તીમાં સમય અને પૈસા બગાડવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. સ્વાસ્થ્ય- પેટ ખરાબ રહેવાના કારણે અસ્વસ્થતા અનુભવશો. હળવો ખોરાક લો તથા વધુ તકલીફ હોય તો સારવાર અવશ્ય કરાવો. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- તમારી જૂની ભૂલોને સુધારીને તમે તમારું વર્તમાન ઉત્તમ બનાવી લેશો અને આવું કરવાથી તમે એવી કેટલીક ઉપલબ્ધિ પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો, જેની છેલ્લા ઘણા સમયથી તમને ઇચ્છા હતી. પ્રતિષ્ઠિત લોકો સાથે લાભદાયક મુલાકાત થશે. નેગેટિવ- કામની અતિશયતાના કારણે તમને શારીરિક અને માનસિક થાક થઈ શકે છે. તેથી તમારા કામને અન્ય લોકો સાથે વહેંચતા શીખો, જેનાથી તમારો કાર્યભાર હળવો થશે. દેખાડાની વૃત્તિથી બચો, કારણ કે આનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કોઈ પણ ખાસ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મશવરો અવશ્ય કરો, આનાથી વ્યવસ્થા ઉત્તમ જળવાઈ રહેશે. નાણાકીય મામલાઓમાં કોઈના પર પણ વધુ ભરોસો ન કરો અને ન તો કોઈ પ્રકારનું સમાધાન કરો. લવ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મનદુઃખની અસર ઘરની વ્યવસ્થા પર પડી શકે છે. પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી સમજો. નકામા પ્રેમ પ્રસંગોથી દૂર રહો. સ્વાસ્થ્ય- માથાનો દુખાવો અને નસોમાં ખેંચાણ જેવી સમસ્યા રહી શકે છે. સમયાંતરે આરામ પણ અવશ્ય લો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. આનું ભરપૂર સન્માન કરો. નાણાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કેટલીક લાભદાયક યોજનાઓ બનશે અને તે તુરંત અમલમાં પણ આવી જશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને સજાગ રહેશે. નેગેટિવ- કોઈ નજીકના સંબંધી સાથે વ્યક્તિગત બાબતોને લઈને મનદુઃખની સ્થિતિ બની શકે છે. પોતાના અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી બાબતને ઉકેલો. રોકાણ સંબંધિત બાબતોમાં પણ ખૂબ વિચારી-સમજીને નિર્ણય લો. વ્યવસાય- કારોબારી મામલાઓમાં સુધારો આવશે. જરૂરિયાત મુજબ ઓર્ડર મળી શકે છે, પરંતુ અત્યારે આવકની સ્થિતિ મધ્યમ જ રહેશે. કોઈ પણ ગેરકાયદેસર કામમાં રસ લેવો તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરીમાં કોઈ ખાસ જવાબદારી કે સત્તા મળી શકે છે. લવ- ઘર તથા વ્યવસાય વચ્ચે યોગ્ય સુમેળ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. આની વિપરીત અસર તમારી કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય પર પડશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે દિવસભર કામની અતિશયતા રહેશે. પરંતુ સાથે જ યોગ્ય સફળતા મળવાના ઉત્સાહના કારણે તમે થાક પણ ભૂલી જશો. વડીલોનું અનુશાસન ઘરમાં જળવાઈ રહેશે તથા યોગ્ય માર્ગદર્શન પણ મળશે. સંપર્ક સૂત્રો દ્વારા કોઈ સુખદ સમાચાર મળશે. નેગેટિવ- વિચાર-વિમર્શ કરીને જ કોઈ નિર્ણય લો, કારણ કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો બદલવા પડી શકે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે ખર્ચ પર અંકુશ મૂકવો જરૂરી છે. તમારા અંગત કાર્યો માટે સમય ન કાઢી શકવાના કારણે મનમાં અસંતોષ રહેશે. વ્યવસાય- કામકાજમાં થોડી મંદીની સ્થિતિ રહેશે. આ સમયે તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓનું ગંભીરતા અને ઝિણવટથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિમાં વધુ નફાની આશા ન રાખો. કાર્યભારની અતિશયતાના કારણે નોકરીયાત લોકો પરેશાન રહેશે. લવ- જીવનસાથી તથા પરિવારજનોનો ભરપૂર સહયોગ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય- તણાવ અને ચિંતાના કારણે થાક અને બેચેની અનુભવાશે. એનર્જી વધારતા પીણાંઓનું વધુ સેવન કરો. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- કોઈ ઈચ્છિત કામ પૂરું થવાથી મનમાં શાંતિ રહેશે તથા આત્મવિશ્વાસ પણ વધશે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે તથા પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી રાખશે. અનુભવી લોકોના માર્ગદર્શન પર ચોક્કસ અમલ કરો. નેગેટિવ- કોઈ નજીકના સંબંધી સાથે મનદુઃખની સ્થિતિ બને છે તો તેના જવાબદાર તમે જ હશો. આના પર મનન અને ચિંતન કરવું જરૂરી છે. આ સમયે આવકની સાથે સાથે ખર્ચની પણ અતિશયતા રહેશે. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં. વ્યવસાય- કાર્યક્ષેત્ર પર વધુ કાર્યભાર રહેશે, પરંતુ કર્મચારીઓનો સહયોગ વ્યાવસાયિક વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી પડે તો અનુભવી સભ્યોની મદદ અવશ્ય લો. તમને યોગ્ય ઉકેલ મળશે. ઓફિશિયલ બાબતોમાં સાવચેતી રાખો. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- વ્યાયામ, યોગ જેવી પ્રવૃત્તિઓને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો. વ્યવસ્થિત દિનચર્યા તથા આદતોમાં સકારાત્મક બદલાવ તમને સ્વસ્થ રાખશે. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- આજે કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે પારિવારિક સભ્યો સાથે ચોક્કસ શેર કરો, નિશ્ચિતપણે તમને યોગ્ય ઉકેલ મળશે. રમુજ તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે. તમારી કાર્યકુશળતામાં પણ વધારો થશે. નેગેટિવ- આજે કોઈ પણ દૂરના સ્થળની મુસાફરી કરવાથી બચો, કારણ કે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે અને આર્થિક નુકસાન થવાની પણ આશંકા છે. તમારા કેટલાક વિરોધીઓ ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરશે, તેથી દરેક તરફથી સતર્ક રહેવું જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં પ્રવૃત્તિઓ અનુકૂળ રહેશે અને આવકની સ્થિતિ પણ ઉત્તમ થશે. પરંતુ સફળતાના આવેશમાં આવીને તમે તમારા કરિયરમાં કોઈ ખોટો લક્ષ્યાંક ન ચૂંટો. આની નકારાત્મક અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડી શકે છે. નોકરીયાત લોકોનો સમય શાંતિથી પસાર થશે. લવ- પતિ-પત્નીનો ઘરની વ્યવસ્થા સુખદ બનાવી રાખવામાં વિશેષ યોગદાન રહેશે. યુવાનોની દોસ્તી પ્રેમ સંબંધોમાં પરિણમી શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના કારણે ઈન્ફેક્શન જેવા કે શરદી-ઉધરસ થઈ શકે છે. તમારું ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખો. લકી કલર- લાલ લકી નંબર- 2
    Click here to Read More
    Previous Article
    20 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 5ના જાતકોને નોકરીમાં પ્રમોશન મળશે, અંક 8ના જાતકોની નાણાકીય તંગી થશે દૂર
    Next Article
    અમદાવાદના કાલુપુર બ્રિજ પર BRTS બસનો અકસ્માત:2થી 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 લોકો ઇજાગ્રસ્ત, 200 લોકોના ટોળાં વચ્ચે ચાલકની અટકાયત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment