Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચ કેસના આરોપી ઉપસરપંચ-સભ્યને ગામમાં પ્રવેશ નહીં:વાપી કોર્ટે ગ્રામ પંચાયતની કામગીરી અને ગણેશ ઉત્સવ માટેની અરજી ફગાવી

    7 hours ago

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને એક મહિલા સભ્ય સામે લાંચ માંગવાના ગુનામાં કાર્યવાહી થઈ હતી. આ કેસના બંને આરોપીઓએ ઉદવાડા ગામમાં પ્રવેશવા માટે પરવાનગી માંગી હતી, જે અરજી વાપીની એસીબી એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી છે. નવસારી એસીબી પોલીસે લાંચ માંગવાના ગુનામાં ઉદવાડા ગામના ઉપસરપંચ સરોસ બહેરામ ઈરાની અને ગ્રામ પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા ઉમેશચંદ્ર પટેલની ધરપકડ કરી હતી. બાદમાં બંનેએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટની શરત મુજબ, ગુનાની તપાસ પૂરી ન થાય અને ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી બંને આરોપીઓને ઉદવાડા ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આ દરમિયાન, ઉપસરપંચ સરોસ બહેરામ ઈરાનીએ ગ્રામ પંચાયતની કામગીરી માટે ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવા માટે જામીનની શરતમાં ફેરફાર કરવાની અરજી કરી હતી. જ્યારે મહિલા સભ્ય ધર્મિષ્ઠા ઉમેશચંદ્ર પટેલે ગણેશ ઉત્સવના કારણે તેમના બે બાળકો હોસ્ટેલમાંથી ઘરે આવ્યા હોવાથી ઉદવાડા ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીઓની સુનાવણી દરમિયાન, ડીજીપી અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી દલીલોને કોર્ટે માન્ય રાખી હતી. બંને આરોપીઓની હાલની પરિસ્થિતિ અને અગાઉની જામીન શરતોને ધ્યાનમાં રાખીને, ઉદવાડા ગામમાં પ્રવેશ કરવાની શરતમાં ફેરફાર કરવાની બંને અરજીઓ નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિકસિત ભારત 2047 ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન:Doon School Of Achievers માં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કાઉન્સિલર અને શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા
    Next Article
    વલસાડની જોધપુર સ્વીટ્સમાં ફૂડ વિભાગની કાર્યવાહી:સ્ટ્રોબેરી બરફી અને કચોરીના નમૂના લીધા, 6.5 લીટર તેલ અને 5 કિલો બેકરી પ્રોડક્ટ્સનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment