Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં 'સેવા સંકલ્પ અભિયાન' બાઈક યાત્રા:વડનગરથી વારાણસી સુધીની રેલીનું ઉષ્માભર્યું સ્વાગત, મંત્રીએ ત્રિમંદિરમાં દર્શન કર્યા

    6 hours ago

    કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પંચમહાલ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમની આગેવાનીમાં 'સેવા સંકલ્પ અભિયાન' બાઈક યાત્રા ગોધરા પહોંચી હતી. આ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 'સેવા સંકલ્પ અભિયાન' વિશે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ 'સેવા દિવસ' તરીકે સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાતમાં લોકોની સેવા કરવાનો એક મોકો છે. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આ વિશેષ બાઈક રેલી વડનગરથી વારાણસી સુધી યોજાઈ છે. મંત્રીએ પંચમહાલ જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ યાત્રા ગોધરા નજીક આવેલા ભામૈયા ત્રિમંદિર ખાતે આવી પહોંચી હતી. બાઈક યાત્રાનું આગમન થતાં જ ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સ્વાગત સત્કાર બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભામૈયા સ્થિત ત્રિમંદિર ખાતે શીશ ઝુકાવી શ્રી સીમંધર સ્વામીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલાં સારા સમાચાર:CGHS સ્કીમના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, જાણો કેવી રીતે મળશે લાભ
    Next Article
    ધાર્મિક બાંધકામોની આડમાં થયેલું દબાણ હટાવાયું:ભુજ નજીક મિરજાપર જંગલમાંથી 15 કરોડની વન જમીન મુક્ત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment