Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટ 'ગરીબોના આવાસમાં ભ્રષ્ટાચાર બંધ કરો' અને 'આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો'નાં બેનરો સાથે દેખાવો, મટકીફોડનાં ખર્ચ મુદ્દે ઉઠાવ્યા સવાલો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. વોર્ડ નં. 16 ના કોંગ્રેસ કોર્પોરેટર ઇબ્રાહિમ સોરા અને દીપ્તિબેન સોલંકી સહિતના વિપક્ષી નગરસેવકોએ આવાસ કૌભાંડ તેમજ અન્ય મુદ્દાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આવાસ યોજનામાં ગેરરીતિઓની શંકાને આધારે હાલમાં મેયર નેહલ શુક્લ દ્વારા 163 આવાસ રદ કરવામાં આવ્યા હતા, જેનાથી મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષી કોર્પોરેટરોએ "ગરીબોના આવાસમાં ભ્રષ્ટાચાર બંધ કરો" અને "આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો" જેવા બેનરો દર્શાવી શાસકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ પણ મટકીફોડ કાર્યક્રમનાં મસમોટા ખર્ચને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આવાસ યોજના કૌભાંડ અંગે કોંગી કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી મેયર અને વોર્ડ 6ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારના નામે આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવી દેવામાં આવ્યા હોવાની બાબત સામે આવી છે. આવાસ યોજનામાં પાકું મકાન કે મિલકત ધરાવતા લોકોને ક્વાર્ટર ફાળવી શકાય નહીં તેવો કડક નિયમ હોવા છતાં, મિલિભગત કે વહીવટી ગોટાળાથી આ ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2021માં પણ 11 ક્વાર્ટરમાં એક-એક ક્વાર્ટર બબે વ્યક્તિઓના નામે બોલતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. છ-છ વર્ષ સુધી તંત્ર આ અંગે અજાણ રહ્યું તે શાસકોની નિષ્ફળતા દર્શાવે છે. ભાજપના શાસનમાં રાજકોટ મહાપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને વોર્ડ નંબર 16 ના પ્રતિનિધિ ઇબ્રાહિમ સોરાએ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી ઉપર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે, ડેપ્યુટી મેયરની દુકાનના બદલામાં ક્વોર્ટર ફાળવવામાં આવ્યું છે, જે એક મોટું કૌભાંડ હોવાની શક્યતા છે. જંગલેશ્વર વિસ્તારના કાયદેસરના હક્કદાર લોકો પાસેથી ક્વોર્ટર છીનવીને શાસક પક્ષ ભાજપના નેતાઓ તેમજ સંબંધીઓને ફાળવણી કરી દેવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની અને કૌભાંડમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની અમારી સ્પષ્ટ માંગ છે. બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાનાં જણાવ્યા મુજબ, મટકી ફોડ કાર્યક્રમ માટે મનપા દ્વારા કુલ 32 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જેમાં માત્ર પેટીસનો રૂ. 15 લાખનો આશ્ચર્યજનક ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે કાર્યક્રમના અન્ય 17 લાખ રૂપિયાના બિલ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે વધારાના બિલ મંજૂર કરીને કટકી કરવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકા એક પછી એક કૌભાંડનું કેન્દ્ર બની ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ જંગલેશ્વર કૌભાંડ સામે આવ્યા બાદ સીટ (SIT) ની રચના કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેનો રિપોર્ટ જાહેર થયો નથી અને જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નથી. અહીં "તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ" જેવો ખેલ ચાલી રહ્યો છે. તંત્ર અને શાસકો પોતે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાથી હવે તપાસની માંગ કરવાનો કોઈ અર્થ રહ્યો નથી. ભાજપના ભ્રષ્ટ શાસનમાં મેયર નેહલ શુકલ બિચારા સાબિત થયા છે, તેઓ પદ સંભાળતી વખતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના જે દાવા કરતા હતા તેમાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું
    Next Article
    નર્મદાની આશ્રમશાળામાં એક સાથે 11 બાળકો ધુણ્યા!, VIDEO:ફૂડ પોઈઝનિંગની આશંકાએ હોસ્પિટલ લઈ જવાયા'તા; કોઈ વળગાડ કે માનસિક-શારીરિક બીમારી નથી: આરોગ્ય અધિકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment