Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાની આશ્રમશાળામાં એક સાથે 11 બાળકો ધુણ્યા!, VIDEO:ફૂડ પોઈઝનિંગની આશંકાએ હોસ્પિટલ લઈ જવાયા'તા; કોઈ વળગાડ કે માનસિક-શારીરિક બીમારી નથી: આરોગ્ય અધિકારી

    1 day ago

    તારીખ:9 સપ્ટેમ્બર, 2026 સ્થળ: મોસ્કુટ, ડેડિયાપાડા, નર્મદા મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં અચાનક એક વિદ્યાર્થી ક્લાસરૂમમાં જ ધુણતા હોય એ રીતે ધ્રુજવા લાગ્યો. તેને જોઈને એક પછી એક 11 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એ રીતે ધ્રુજવા લાગ્યા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાના 8 દિવસ બાદ એક 18 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીને જમીન પર સૂવડાવી દેવામાં આવ્યો હતો અને તેનું માથું અન્ય એક વિદ્યાર્થિનીના ખોળામાં રાખવામાં આવ્યું હતું. જ્યારે તેની બંને બાજુમાં બે-બે વિદ્યાર્થિનીઓને બેસાડી દેવામાં આવી હતી. જે વિદ્યાર્થિનીઓએ તેના હાથ પકડી રાખ્યા હતા. તેમ છતા વિદ્યાર્થીના શરીરમાંથી વિચિત્ર પ્રકારની મૂવમેન્ટ કરતો હતો. આજ વીડિયોમાં એવું દ્રશ્ય જોવા મળે છે કે, એક વિદ્યાર્થીને ઉભો રાખીને તેના બંને હાથને બે વિદ્યાર્થીઓએ પકડી રાખ્યા છે. જ્યારે તેની પાછળ પણ એક વિદ્યાર્થી છે, જેણે બંને હાથથી કમરના પાછળના ભાગથી એકદમ જોરથી જકડી રાખ્યો છે. આમ એક જ વિદ્યાર્થીને ચારથી પાંચ અન્ય વિદ્યાર્થીઓએ પકડી રાખ્યો છે. તેમ છતા આ વિદ્યાર્થી માથું ઉપરથી નીચે કરી રહ્યો હતો અને ધૂણતો હોય એ રીતની મૂવમેન્ટ કરતો હતો. જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીને તો બે વિદ્યાર્થીઓએ હાથથી પકડી રાખી હતી, જેને જમીન પર સૂવડાવી દેવાઈ હતી. જે વિદ્યાર્થિની રડતી હોય તેવું જોવા મળ્યું. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થિનીઓને જમીન પર સૂવડાવી દેવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓના શરીરની પણ અલગ જ પ્રકારની મૂવમેન્ટ હતી. આ સ્થિતિ વચ્ચે આશ્રમશાળાના મુખ્ય શિક્ષકને તો વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની આશંકા થઈ. એટલે તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ પર ફોન કર્યો. તમામને પહેલા ડેડીયાપાડાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તમામ બાળકોને રાજપીપળાની હોસ્પિટલમાં રાત્રે ખસેડી દેવામાં આવ્યા. જ્યાં ઓર્ઝવેશનમાં રાખી બીજા દિવસે છોડી દેવાયા હતા. ડોક્ટરોએ તપાસ કરી તો કોઈ પણ વિદ્યાર્થીને ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવાની સમસ્યા ન હતી. જો કે તમામ બાળકો હાલ સ્વસ્થ છે. નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, આ તમામ બાળકોમાં એક સામાન્ય વર્તન છે, મોટી ઉંમરના લોકોને જોઈને કોપી કરવાનું. આ કોઈ અભિશાપ કે કોઈ શાપ નથી, કોઈ વળગાડ કે ભૂત-પ્રેત નથી, માનસિક કે શારીરિક બીમારી પણ નથી. આ બાળકો એકદમ નોર્મલ અને નિર્દોષ બાળકો છે અને એમને એ રીતે જ મૂલવવાની જરૂર છે. 'એક બાળક ધૂણે એટલે તેની સાથે બે-ત્રણ બીજા ધૂણવા લાગતા' નર્મદા જિલ્લાના સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ફતેસિંગ વસાવાએ જણાવ્યું હતું કે, મને એ લોકોએ 4 વાગે ફોન કર્યો કે, "સાહેબ, તમે આવો." ત્યારે હું ત્યાં ગયો. એના પહેલા આ અમારા ગામમાં મંદિરમાં જે પૂજારી રહે છે એ પૂજારીને ખબર આપી હતી. એટલે પૂજારી પણ ત્યાં ગયો હતો અને એ સ્ટાફે કીધું કે, “ભાઈ, અમારા બાળકો આ ધૂણે જેવા છે તો શું છે. જે પૂજારી છે એ ભુવો નથી. એટલે તેમણે થોડું અગરબત્તી કરી અને થોડા શાંત જેવા રાખ્યા. પણ પછી મને એવ ખબર પડી ને મને ફોન આવ્યો, એટલે હું ત્યાંથી સીધો તાત્કાલિક આશ્રમ શાળામાં પહોંચ્યો અને બાળકોને જોયા. તો એક બાળક વધારે ધૂણે એટલે તેની સાથે બે-ત્રણ બીજા પણ ધૂણવા લાગતા હતા. અને એની સા- સાથે જે બાજુમાં જ બાળકીઓ છે આશ્રમ શાળાની જે કન્યાની રહેવાની વ્યવસ્થા છે ત્યાં ગયો. ત્યાં પણ પાંચ-છ છોકરીઓ ધૂણેને પછી શાંત થઈ જાય. ધૂણેને શાંત થઈ જાય એવું કરતા હતા. બાદમાં ત્રણ 108માં ભરીને બાળકોને હોસ્પિટલ ખસેડ્યા. 'એકબીજા શિક્ષકોને આચાર્ય પદ માટે તકલીફ છે' ફતેસિંગ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ શિક્ષકોમાં મેં જોયું હતું કે એકબીજા સાથે વાતચીત કરવાની પણ તકલીફ હતી. એટલે એકબીજાને આચાર્ય પદ માટે આ લોકોની થોડીક તકલીફ છે. એટલે એકબીજાની જવાબદારી સ્વીકારતા નથી એટલે એમાં થોડું આ અમારું શિક્ષણ પણ બગડે છે. એટલે આ શિક્ષકોને પણ થોડો સુધારો થાય એવું અમે મંડળને પણ કહેવાના છે કે ભાઈ આ શિક્ષકોને જ્યારે તમે સમજાવો, કારણ કે આખરે તો અમારા આદિવાસી બાળકો છે અને એ આશ્રમમાં જે રહેતા છે. આ વિદ્યાધામને સારું કરવું હોય તો આ બાળકોને સાચવવા માટે એ લોકોમાં સંપ થવો જોઈએ. અમારા આ જે આદિવાસીમાં છે, થોડુંક એમ મગજમાં એવું હોય છે કે કોઈ ભુવો કરે, કંઈ આમ કરે. એટલે આવું તો એવું થોડું માન્યતા હોય છે. એટલે એના હિસાબે લોકોને એવું થયું કે આ કંઈ બીવડાવતું હશે કે શું હશે. 'બધા બાળકો બૂમો પાડવા લાગ્યા હતા' સરપંચ ગુલાબસિંગ.આર. વસાવાએ જણાવ્યું કે, આશ્રમશાળામાં ત્યાં બાળકો અચાનક ધ્રૂજતા હતા અને ધૂણતા હતા, ખેંચ જેવું આવતી હતી. એક બાળક કિકિયારી પાડે એ રીતે કુલ 7 કે 8 જેટલા બાળકો હતા. એ તમામ બધા બૂમો પાડવા લાગ્યા હતા. 'વિદ્યાર્થીને હનુમાન દાદાનો પવન છૂટ્યો' આશ્રમશાળાના શિક્ષક કલ્પનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, એક છોકરી પાણી પીવા માટે ગઈ. ત્યાંથી ધીરે ધીરે ચાલતી આવતી હતી, અચાનક જ એને પવન છૂટવા લાગ્યો, તો અમે એને રૂમમાં લઈ ગયા અને પગ પણ માલિશ કર્યાં. જે બાદ એક આઠમા ધોરણના વિદ્યાર્થીને હનુમાન દાદાનો પવન છૂટ્યો. જેથી એને પણ પેટી રૂમમાં લઈ ગયા હતા અને એને વ્યવસ્થિત સુવાડ્યો. જે બાદ હાજર રહેલા અમે ત્રણથી ચાર શિક્ષકો ત્યાં આવ્યા હતા પાણી અને સરબત પીવડાવી એની સેવાચાકરી સારી રીતે કરી. 'કોઈ ફૂડ પોઈઝનિંગ છે નહીં, આ એક અફવા હતી' કલ્પનાબેન વસાવાએ વધુમાં જણાવ્યું કે, અમારા ગામમાં મરણ પ્રસંગ હતો. માતાજી આવે એટલે થોડો અવાજ મોટો હતો, જેથી બૂમ પાડતા ગામમાંથી માણસો પણ આવ્યા. જે બાદ અમે વાલીઓને જાણકારી આપી હતી. પણ એ લોકો બહાર મજૂરી અર્થે ગયા હતા. જેથી તેઓના સગા-વહાલાને અમે જાણ કરી હતી. જેઓ સ્થળ પર આવી ગયા હતા. ગામના સરપંચ અને વડીલોએ ખૂબ સહકાર આપ્યો અને એમ્બ્યુલન્સમાં લઈને અમે PHC પર ગયા. ત્યાં એક એમ્બ્યુલન્સમાં અમે છોકરીઓને બેસાડી, જ્યારે બીજી એમ્બ્યુલન્સમાં છોકરો હતો જે આઠમા ધોરણનો હતો જેને થોડો વધારે પડતો પવન હતો. રાત્રે મેડિકલ ઓફિસર આવ્યા હતા અને અમારા જવાબ લીધા. તેમજ સવારે તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાયું છે. ડોક્ટરે કહ્યું હતું કે, તમામ બાળકોના કાઉન્ટિંગ સારા છે અને તમામ રિપોર્ટ પણ એમના સારા છે. કોઈ ફૂડ પોઈઝનિંગ છે નહીં. આ ખાલી એક અફવા હતી. 'મનોચિકિત્સકને પણ અમારા બાળકોનો જવાબ સંતોષકારક લાગ્યો' લોકોએ ઉપજાવી કાઢી હતી કે, આ તંત્રને વેરવિખેર કરી નાખીએ, આ મંડળને અમે બદનામ કરીએ, એ રીતની એક અફવા લોકોએ ફેલાવી હતી. વાલીઓ બાળકોને સારી રીતે અહીંયા આવવા દે અને સારી રીતે ભણે એવી મારી વિનંતી છે. અમે સારામાં સારી ઓર્ગેનિક શાકભાજી ખેતીમાં પકવીને ખવડાવીએ છીએ. આજે અઠવાડિયાથી બાળકો અહીંયા સારી કન્ડિશનમાં ભણે છે. મનોચિકિત્સક આવ્યા હતા અને મનોચિકિત્સકને પણ અમારા બાળકોનો જવાબ સંતોષકારક લાગ્યો. મનોચિકિત્સક સારો રિપોર્ટ આપીને ગયા છે. ગાંધીનગર સુધી અમારા તમામ રિપોર્ટો પહોંચ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટ 'ગરીબોના આવાસમાં ભ્રષ્ટાચાર બંધ કરો' અને 'આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો'નાં બેનરો સાથે દેખાવો, મટકીફોડનાં ખર્ચ મુદ્દે ઉઠાવ્યા સવાલો
    Next Article
    Surinder Koli को मारा गया है? Nithari के लोगों ने क्या बताया? Nithari Case | Surinder Koli

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment