Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગણેશ વિસર્જન માટે પોલીસ તંત્ર સજ્જ:કાયદો વ્યવસ્થા જાળવવા પંચમહાલ, મહીસાગર, દાહોદના અધિકારીઓની બેઠક યોજાઈ

    1 day ago

    ગોધરામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે, ગોધરાના BAPS સ્વામિનારાયણ હોલ ખાતે એક મહત્વની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત, મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન અને દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે વિસર્જન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમાં પોલીસ બંદોબસ્ત, રૂટ વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ધર્મ મિત્ર મંડળ દ્વારા વૃંદાવન થીમ ગણેશોત્સવ:25 વર્ષથી આયોજન, દરરોજ પૂજા-આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment