Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીના માર થી દંપતી એ કર્યો આપઘાત..:જૂનાગઢમાં મોંઘવારી અને આર્થિક ટાંચાપણું સહન ન થતાં વડીલ દંપતીએ ઝેર ગટગટાવ્યું, સારવાર દરમિયાન પતિ-પત્ની બંનેનાં કરૂણ મોત

    6 hours ago

    ​જૂનાગઢ શહેરના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક એક અત્યંત કાળજું કંપાવી દે તેવી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વધતી જતી મોંઘવારી અને ઘરમાં કમાણીનું કોઈ સાધન ન હોવાના કારણે સર્જાયેલી ભારે આર્થિક સંકળામણથી કંટાળીને એક દંપતીએ ઝેરી ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ કરૂણ બનાવને પગલે સમગ્ર જૂનાગઢ શહેરમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતક વનરાજસિંહ ઝાલા પોતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા હતા અને હાલમાં પોતાના ઘરે પત્ની સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. ​પોતાના નિવાસસ્થાને રહેતા 58 વર્ષીય વનરાજસિંહ ઝાલા અને તેમના 55 વર્ષીય ધર્મપત્ની રેખાબા ઝાલા છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં આવકનું કોઈ સ્ત્રોત ન હોવાના કારણે જીવન જીવવું મુશ્કેલ બનતાં આ દંપતી ભારે મનોવ્યથા અનુભવતું હતું. અંતે આર્થિક અને માનસિક તણાવ સહન થી કંટાળી, આ વડીલ દંપતીએ ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે પાંચ વાગ્યા આસપાસ પોતાના જ ઘરમાં ઝેરી ટીકડા ગટગટાવી લીધા હતા. દંપતીએ ઝેર પી લીધું હોવાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા દંપતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન વનરાજસિંહ ઝાલા સતત બેભાન અવસ્થામાં રહ્યા હતા અને તેમની સ્થિતિ અત્યંત નાજુક બનેલી હતી, જ્યારે સારવાર દરમિયાન બાદ રેખાબાનું કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ ગંભીર સ્થિતિમાં રહેલા વનરાજસિંહ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતાં આખરે દંપતીનો માળો વિખેરાઈ ગયો હતો અને બંનેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ​આ બનાવ અંગે મૃતકના સંબંધી મનીષસિંહ જોરાવરસિંહ ઝાલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM બોલ્યા- ભારત G20નો એકમાત્ર દેશ:જેણે પેરિસ COP-21ના કમિટમેન્ટ સમય પહેલાં પૂર્ણ કર્યા; 12 વર્ષ પહેલાં ભારતની સોલર એનર્જી 2 ગીગાવોટ હતી
    Next Article
    જામનગરમાં ધર્મ મિત્ર મંડળ દ્વારા વૃંદાવન થીમ ગણેશોત્સવ:25 વર્ષથી આયોજન, દરરોજ પૂજા-આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment