Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સશક્તિકરણની દિશામાં આગેકૂચ:મોરબીમાં મહિલાઓને કોમ્પ્યુટર સંચાલન અને પ્રોગામિંગની તાલીમ આપી સ્વનિર્ભર બનાવાશે

    14 hours ago

    મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્ય સાથે રોજગાર અને સ્વરોજગારની તકો મળી રહે તે માટે મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કમ્પ્યુટર સંચાલન અને પ્રોગ્રામિંગ સહાયકના અભ્યાસક્રમમાં મહિલાઓ માટે અલગ તાલીમ વર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેકનોલોજી આધારિત કામકાજ વધતાં કમ્પ્યુટરનું સંચાલન, પ્રોગ્રામિંગ અને વિવિધ ડિજિટલ કૌશલ્યોની તાલીમ મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય મેળવવાની તક પૂરી પાડે છે. અભ્યાસક્રમમાં તાલીમાર્થીઓને કમ્પ્યુટર સંચાલન, પ્રોગ્રામિંગ સહિતના વિવિધ ડિજિટલ કૌશલ્યોનું વ્યવહારુ જ્ઞાન આપવામાં આવે છે. રોજિંદા કાર્યક્ષેત્રમાં કમ્પ્યુટરનો વધતો ઉપયોગ જોતા આ પ્રકારની તાલીમથી કચેરીકામ, માહિતી સંચાલન તથા અન્ય કમ્પ્યુટર આધારિત કામગીરી માટે જરૂરી કૌશલ્ય વિકસાવી શકાય છે. પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર સહાયનો પણ લાભ મેળવી શકાય છે. યોજનાની ઉપલબ્ધ જોગવાઈઓ મુજબ ધોરણ 11-12ની પાત્ર વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 11 અને 12 દરમિયાન કુલ રૂ.15,000ની સહાય ઉપરાંત ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ રૂ.15,000ની સહાય મળવાપાત્ર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પ્રવેશ સંબંધી માહિતી પોર્ટલ મારફતે પણ ઉપલબ્ધ પ્રવેશ મેળવવા ઇચ્છતી મહિલાઓ અને યુવતીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ પ્રવેશ પોર્ટલ મારફતે ઉપલબ્ધ અભ્યાસક્રમોની માહિતી મેળવી શકે છે. તેમજ મોરબીની નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂબરૂ સંપર્ક કરી કમ્પ્યુટર સંચાલન અને પ્રોગ્રામિંગ સહાયક અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ માટેની લાયકાત, જરૂરી દસ્તાવેજો અને તાલીમની વિગતો મેળવી શકશે. પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન માટે સંસ્થાના પ્રવેશ સહાય કેન્દ્રનો પણ સંપર્ક કરી શકાય છે. કમ્પ્યુટર તાલીમથી રોજગારની તકો વધશે કમ્પ્યુટર સંચાલન અને પ્રોગ્રામિંગ સહાયક અભ્યાસક્રમમાં મહિલાઓને કમ્પ્યુટર સંચાલન, પ્રોગ્રામિંગ તથા વિવિધ ડિજિટલ કૌશલ્યોનું વ્યવહારુ જ્ઞાન આપવામાં આવશે. ટેકનોલોજી આધારિત કામકાજ વધતાં કચેરીકામ, માહિતી સંચાલન અને કમ્પ્યુટર આધારિત કામગીરી માટે આ તાલીમ ઉપયોગી બની શકે છે. તાલીમ દ્વારા મહિલાઓમાં વ્યવસાયલક્ષી કૌશલ્ય વિકસાવી રોજગાર અને સ્વરોજગારની તકો ઊભી કરવાનો હેતુ છે. પાત્ર વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ આર્થિક સહાયનો લાભ પણ મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રણજીતસાગર રોડ પર વીજપોલમાં આગ:હોમગાર્ડના જવાનોએ સમયસર આગ બુઝાવી મોટી દુર્ઘટના ટાળી
    Next Article
    IIT Bombay Student Warned Of 1-Year Suspension For Using ChatGPT In Exam? What Institute Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment