Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની સરદાર નગર સોસાયટીમાં ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો:સાયબર જાગૃતિ, સનાતન સંસ્કૃતિ અને જ્ઞાન મંચ સહિતના કાર્યક્રમો યોજાયા

    9 hours ago

    મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલી સરદાર નગર સોસાયટીના ૫ ફ્લેટ સમૂહ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ દરમિયાન ત્રણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વધતા જતા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને સાયબર જાગૃતિ માટે એક ખાસ સેશન યોજાયું હતું. મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના PSI ગૌરાંગભાઈ ગઢવી અને અમિતભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન અપાયું. તેમણે ડિજિટલ સાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ અને AI ટૂલ્સ વાપરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જણાવ્યું. સાયબર ફ્રોડનો ભોગ બન્યા પછી તરત જ સાયબર પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો તેની પણ માહિતી અપાઈ હતી.આ ઉપરાંત, સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યોએ સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા અને સમાજ જાગૃતિ જેવા વિષયો પર વ્યાખ્યાન આપ્યું. બાળકો માટે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પર આધારિત 'પ્રશ્ન મંચ' સ્પર્ધા પણ યોજાઈ હતી. વિજેતા અને ભાગ લેનાર બાળકોને વડીલો દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. આ ત્રણેય કાર્યક્રમોના અંતિમ દિવસે સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ આ આયોજનને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ખૂનના કેસમાં આજીવન કેદ, જામીન પર છૂટી ફરી ગુનો કર્યો:સાક્ષીને છરી બતાવી જાતિ વિષયક ગાળો ભાંડનાર હિંમત ઉર્ફે ખત્રી જેલહવાલે, ભાવનગરનો વોન્ટેડ કામરેજમાં મજૂરી કરતા પકડાયો
    Next Article
    Woman Beaten, Dragged By Hair By Cop At Telangana Railway Station

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment