Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખૂનના કેસમાં આજીવન કેદ, જામીન પર છૂટી ફરી ગુનો કર્યો:સાક્ષીને છરી બતાવી જાતિ વિષયક ગાળો ભાંડનાર હિંમત ઉર્ફે ખત્રી જેલહવાલે, ભાવનગરનો વોન્ટેડ કામરેજમાં મજૂરી કરતા પકડાયો

    10 hours ago

    સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બહારના રાજ્યો કે જિલ્લાના ગુનેગારો શહેરમાં આશરો ન લે તે માટે પોલીસ સતર્ક છે. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચે એક એવા ખતરનાક અને રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે, જેના પર ખૂન, લૂંટ અને હત્યાની કોશિશ જેવા 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમાને અગાઉ 2020માં થયેલી એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવ્યા બાદ તેણે ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડાવીને મર્ડર કેસના મુખ્ય સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાક્ષીને છરી બતાવી જાતિવિષયક અપશબ્દો કહ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હિંમત ચુડાસમા એપ્રિલ-2026માં રાજકોટ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવતા જ તેણે અગાઉના ખૂન કેસમાં સાક્ષી રહેલા હકા કાળાભાઈ રાઠોડ સાથે જૂની અદાવત રાખી હતી. ગત 14 જૂન 2026ના રોજ સાક્ષી જ્યારે બેડા ગામે ગયો હતો, ત્યારે આરોપીએ તેના મિત્રો કિશોર અને યોગેશ સાથે મળીને સાક્ષીને આંતર્યો હતો. આરોપીઓએ છરી બતાવી, જાતિવિષયક ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને એટ્રોસિટી એક્ટ હેઠળ નવો ગુનો આચર્યો હતો. આ ઘટના બાદ તે ભાવનગરથી ફરાર થઈ ગયો હતો. સુરતમાં આરી ભરતકામની મજૂરી કરતો હતો, ક્રાઈમ બ્રાંચે દબોચ્યો ભાવનગરના જેસર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને ધમકીનો ગુનો નોંધાયા બાદ આરોપી ધરપકડથી બચવા સુરત આવી ગયો હતો. અહીં તે કામરેજના ખોલવાડ વિસ્તારમાં ભાદા કોલોની કબ્રસ્તાન પાસે છુપાઈને રહેતો હતો અને પોતાની ઓળખ છુપાવીને આરી ભરતકામની મજૂરી કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની નાસતા-ફરતા સ્ક્વોડને આ અંગે બાતમી મળતા પોલીસે વરાછા માતાવાડી નાકા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેનો કબજો જેસર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 15 ગુનાઓનો ઈતિહાસ અને પાસા હેઠળ પણ જેલવાસ પકડાયેલો 38 વર્ષીય આરોપી હિંમત ઉર્ફે ખત્રી મૂળ ભાવનગરના જેસર તાલુકાના માતલપર ગામનો વતની છે અને તે અત્યંત ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના નામે જેસર, બગદાણા, વરાછા, ભરતનગર અને રાજુલા પોલીસ સ્ટેશનમાં કુલ 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, મારામારી અને એટ્રોસિટી જેવા ભયાનક ગુનાઓ સામેલ છે. અગાઉ વર્ષ 2016માં અસામાજિક પ્રવૃત્તિઓ બદલ તેને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાગેડુ લલિત મોદીની ભૂમિકા ભજવવા માટે રણવીર સિંહ તત્પર:લંડન જઈને IPLના સ્થાપક સામે ઇચ્છા વ્યક્ત કરી હતી, સાજિદ નડિયાદવાલા બાયોપિકનું નિર્માણ કરશે
    Next Article
    મોરબીની સરદાર નગર સોસાયટીમાં ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો:સાયબર જાગૃતિ, સનાતન સંસ્કૃતિ અને જ્ઞાન મંચ સહિતના કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment