Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી અભ્યાસ સાથે જોડાશે:ભુજમાં ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ કાર્યક્રમ, વંચિત બાળકોને મળશે શૈક્ષણિક કિટ

    6 hours ago

    ભુજમાં આવતીકાલે ૧૯ સપ્ટેમ્બરે ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ હેઠળ રાખવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી અભ્યાસ સાથે જોડવાનો છે. ઉપરાંત, શાળા છોડ્યા પછી ફરી પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ અપાશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. તે બપોરે ૩:૩૦ કલાકે ભુજની કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલયમાં યોજાશે. આ કાર્યક્રમમાં અભ્યાસથી વંચિત બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવશે. શિક્ષણના પ્રવાહથી કોઈ બાળક દૂર ન રહે તે માટે કરાયેલી કામગીરીને પણ અહીં વિશેષ સ્થાન અપાશે. શાળા છોડ્યા પછી ફરી શિક્ષણમાં જોડાઈ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેમની સિદ્ધિને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરનાર શાળાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ અને અધિકારીઓનું પણ સન્માન કરાશે. તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પણ શિક્ષણ પ્રત્યે વધુ સક્રિય બનવાનો સંદેશ અપાશે. ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ કાર્યક્રમ સાથે કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શન પણ યોજાશે. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવશે. સ્થાનિક પદાધિકારીઓ, એસએમસી અને એસએમડીસીના સભ્યો તેમજ વાલીઓની હાજરીમાં આ પ્રવૃત્તિઓ થશે. તેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ પણ વધશે.
    Click here to Read More
    Previous Article
    મનપા કમિશનર ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા:જાતે પાવડો લઈ કચરો ભર્યો, જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી રૂ. 3500 ચાર્જ વસુલ્યો, કહ્યું- રાજકોટને સ્વચ્છ રાખવું આપણા સૌની જવાબદારી છે
    Next Article
    Raaka Teaser: Atlee's Sci-Fi Epic With Allu Arjun Hints At Global Triumph

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment