Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદના સોંદરડામાં પાયાની સુવિધા માંગવી દલિત યુવકને ભારે પડી:પંચાયત સભ્ય ગોરધન અમૃતિયાએ જાહેરમાં ગાળો ભાંડી ઢોર માર માર્યો, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

    11 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા રજૂઆત કરવા ગયેલા દલિત યુવક પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાનો શરમજનક બનાવ સામે આવ્યો છે. સોંદરડાના રણજીત નગરમાં રહેતા અને શ્રમકાર્ય કરતા 21 વર્ષીય ધર્મેશ ઉર્ફે ધર્મા મકવાણાએ આંબેડકર ભવન પાસે પંચાયત સભ્ય ગોરધન અમૃતિયા સમક્ષ વિસ્તારમાં વીજળી અને પીવાના પાણીની સુવિધા પુરી પાડવા વિનંતી કરી હતી. આ સામાન્ય રજૂઆતથી ઉશ્કેરાઈ ગયેલા પંચાયત સભ્યએ જાહેર સ્થળે યુવકને અપશબ્દો કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. "ફરી લાઈટ-પાણીની વાત કરી તો જીવતો નહીં મૂકું" કહી ધમકાવ્યો ઉશ્કેરાયેલા આરોપી ગોરધન અમૃતિયાએ યુવક પર ઢીકાપાટુનો બેફામ માર મારવા ઉપરાંત હાથમાં રહેલી મોટરસાયકલની ચાવી વડે શરીરના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન ધર્મેશના મિત્ર મીત પરમારે વચ્ચે પડી તેને વધુ મારથી બચાવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીએ 'હવે પછી લાઈટ કે પાણીની વાત કરીશ તો પતાવી દઈશ' તેવી ખુલ્લી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ભાનમાં આવ્યા બાદ તેણે આપેલા નિવેદનના આધારે કેશોદ પોલીસે એટ્રોસિટી અને BNS હેઠળ ગુનો નોંધ્યો છે. સ્થળ પર પંચનામું અને સાક્ષીઓના નિવેદન લેવાયા સમગ્ર મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, સોંદરડા ગામે પાયાની સુવિધાઓની માંગણીના મુદ્દે બોલાચાલી બાદ પંચાયત સભ્ય દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સોંદરડા પહોંચ્યો હતો અને ઘટનાસ્થળનું પંચનામું તેમજ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફરાર આરોપી ગોરધન અમૃતિયાની વહેલી તકે અટકાયત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં પાંચ દિવસના ગણેશોત્સવ બાદ બાપ્પાને વિદાય અપાઈ:વિસર્જન યાત્રા બંદર જેટીએ પહોંચી; ખારવા યુવાનોએ સમુદ્રમાં સુરક્ષિત વિસર્જન કર્યું
    Next Article
    DTC ड्राइवरों को डिपो से बाहर क्यों भगा दिया? DTC bus strike Delhi | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment