Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવાથી ખેડબ્રહ્મા માટે સ્પેશિયલ મેમુ ટ્રેન આવતીકાલથી દોડશે:સાંસદે તલોદ, પ્રાંતિજ, જાદર, ઇડર સ્ટોપેજ અને નવરાત્રી સુધી લંબાવવા રજૂઆત કરી

    6 hours ago

    ભાદરવી પૂનમના મેળા માટે યાત્રાળુઓની સુવિધા માટે અસારવાથી ખેડબ્રહ્મા સુધી એક સ્પેશિયલ મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન આવતીકાલથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. જોકે, સાબરકાંઠાના સાંસદે આ ટ્રેનને વધુ ચાર સ્ટોપેજ આપવા અને નવરાત્રી સુધી લંબાવવા માટે રેલવે મંત્રીને રજૂઆત કરી છે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે 19 સપ્ટેમ્બરથી શરૂ થતી આ સ્પેશિયલ ટ્રેન હાલમાં અસારવાથી ઉપડ્યા બાદ નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને ઉભી રહેશે. સાંસદે તલોદ, પ્રાંતિજ, જાદર અને ઇડર ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ કરી છે, જેથી ભાદરવી પૂનમ નિમિત્તે ખેડબ્રહ્મા અને અંબાજી જતાં યાત્રાળુઓને વધુ ફાયદો મળી શકે. શનિવારથી શરૂ થતી આ સ્પેશિયલ ટ્રેનના કારણે 21, 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન જાદરમાં આવેલા મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય મેળો ભરાશે. આ મેળામાં લાખો ભક્તો દર્શન કરવા આવશે, તેથી જાદરમાં ટ્રેનનું સ્ટોપેજ મળવાથી સ્થાનિક લોકોને અને મુસાફરોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત, આગામી નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સાબરકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિર અને અંબાજી ધામ જતા લાખો ભક્તોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેનની સેવા 24 નવેમ્બર સુધી લંબાવવી જોઈએ. આ સ્પેશિયલ ટ્રેન અસારવાથી સવારે 9.45 વાગ્યે ઉપડશે. તે નરોડા, હિંમતનગર અને વડાલી રેલવે સ્ટેશન પર રોકાઈને બપોરે 12.10 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. તેવી જ રીતે, ખેડબ્રહ્માથી આ ટ્રેન બપોરે 3.35 વાગ્યે ઉપડીને હિંમતનગર થઈને સાંજે 6.10 વાગ્યે અસારવા પરત ફરશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નારીશક્તિ જાગૃતિ અને વ્યસનમુક્તિનો સંદેશ અપાયો:મહિલા ઉત્થાન મંડળના સત્સંગ કાર્યક્રમનું સમાપન થયું, ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું
    Next Article
    જોડિયા પંથકના ખેડૂતોનો રાઘવજી પટેલના નિવાસસ્થાને ઘેરાવો:‘પાણી છોડવાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હટીશું નહીં’ની ચીમકી, 8 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment