Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૉરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું:ચેરમેન એમેરિટસ બનાવાયા; તેમના પુત્ર હૉવર્ડ બફે બોર્ડની કમાન સંભાળશે

    6 hours ago

    અમેરિકન રોકાણકાર વૉરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું કે બફેટ હવે ચેરમેન એમેરિટસની ભૂમિકા નિભાવશે. જોકે, તેઓ કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં યથાવત્ રહેશે. કંપનીની લાંબા સમયથી નક્કી કરાયેલી ઉત્તરાધિકારી યોજના એટલે કે સક્સેશન પ્લાન હેઠળ બોર્ડે વૉરેન બફેટના પુત્ર હૉવર્ડ બફેટને નવા ચેરમેન તરીકે પસંદ કર્યા છે. જ્યારે ગ્રેગ એબેલ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને સુઝેન ડેકર લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરના પદે યથાવત્ રહેશે. વૉરેનના યોગદાનની તુલના કરી શકાય નહીં બર્કશાયર બોર્ડ તરફથી સીઈઓ ગ્રેગ એબેલે જણાવ્યું કે અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં બર્કશાયર અને તેના શેરહોલ્ડર્સ પર વૉરેનના યોગદાનની કોઈ તુલના કરી શકાય નહીં. એબેલે વધુમાં જણાવ્યું કે વૉરેન દ્વારા બનાવવામાં આવેલા કલ્ચર અને મૂલ્યો કંપનીના ફોકસમાં યથાવત્ રહેશે અને હૉવર્ડ બફે તેને આગળ વધારવાનું કામ કરશે. હૉવર્ડ બફેટ 1993થી બર્કશાયરના બોર્ડમાં સામેલ છે હૉવર્ડ બફેટ 1993થી બર્કશાયરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેઓ 1999થી હૉવર્ડ જી. બફેટ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ગ્લોબલ ફુડ સિક્યોરિટી એન્ડ કનફ્લિક્ટ રેજોલ્યુસન પર કામ કરે છે. હૉવર્ડ અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે અને લગભગ એક દાયકા સુધી યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ગુડવિલ એમ્બેસેડર પણ રહ્યા છે. વૉરેન બફેટે 9 મહિના પહેલાં CEO પદેથી રાજીનામું આપ્યું હતું આ પહેલાં વૉરેન બફેટે 31 ડિસેમ્બરે બર્કશાયર હેથવેના CEO પદેથી રાજીનામું આપ્યું હતું. બફેટે જે કંપનીના આધારે દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ બન્યા, તેને ખરીદવી જ તેઓ પોતાના જીવનની ‘સૌથી મોટી ભૂલ’ માને છે. બફેટે આ કંપની કોઈ બિઝનેસ ડીલ માટે નહીં, પરંતુ ગુસ્સામાં આવીને ખરીદી હતી. જ્યારે એક વખત નિવૃત્તિ વિશે બફેટે કહ્યું હતું કે તેના વિશે વિચારવું પણ અશક્ય છે. મારા માટે તે મૃત્યુ કરતાં પણ ખરાબ હશે. ડૂબતી કાપડની મિલમાંથી બનાવી 98 લાખ કરોડ રૂપિયાની કંપની 1965માં જ્યારે વોરેન બફેટે બર્કશાયર હેથવેની કમાન પોતાના હાથમાં લીધી હતી, ત્યારે તે સંઘર્ષ કરી રહેલી ટેક્સટાઇલ કંપની હતી. બફેટે તેને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એકમાં બદલી નાખી. આજે બર્કશાયર હેથવે 1.09 ટ્રિલિયન ડૉલર એટલે કે આશરે 98 લાખ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી કંપની છે. તેની પાસે કોકા-કોલા, ક્રાફ્ટ હેઇન્ઝ અને એપલ જેવી મોટી બ્રાન્ડ્સમાં હિસ્સેદારી છે. ઉપરાંત, જીકો (Geico) અને નેટજેટ્સ જેવી કંપનીઓ પણ તેના પોર્ટફોલિયોમાં સામેલ છે. બફેટે કહ્યું હતું- બર્કશાયર ખરીદવી સૌથી મોટી ભૂલ હતી આશ્ચર્યની વાત એ છે કે જે કંપનીના કારણે બફેટ વિશ્વના ટોચના 10 અમીરોમાં સામેલ થયા, તેને જ તેઓ પોતાની સૌથી મોટી ભૂલ માને છે. બફેટના જણાવ્યા અનુસાર, તેમણે 1962માં માત્ર એટલા માટે આ કંપની ખરીદી હતી કારણ કે તેના મેનેજમેન્ટે તેમની સાથે છેતરપિંડી કરી હતી. બફેટ જણાવે છે- 1964માં બર્કશાયરના માલિક મિસ્ટર સ્ટેન્ટને વચન આપ્યું હતું કે તેમની પાસે બર્કશાયરના જેટલા પણ સ્ટોક છે, તે તેઓ 11.50 ડૉલરના ભાવે ખરીદી લેશે. થોડા દિવસો પછી જ્યારે પત્ર આવ્યો, ત્યારે કિંમત 11.375 ડૉલર હતી. એટલે કે, જેટલી કિંમતે વાત થઈ હતી તેનાથી 12 સેન્ટ ઓછી. આ છેતરપિંડીથી બફેટને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે સ્ટોક વેચવાને બદલે આખી કંપની જ ખરીદી લીધી અને સ્ટેન્ટનને નોકરીમાંથી કાઢી મૂક્યા. બફેટ આ સોદાને પોતાની 'સૌથી મૂર્ખામીભરી' ડીલ માને છે, કારણ કે તેમણે એક ડૂબી રહેલા ટેક્સટાઇલ બિઝનેસમાં વર્ષો સુધી પોતાના પૈસા ફસાવી રાખ્યા. બફેટ કહે છે, "જો મેં એ પૈસા સીધા ઇન્શ્યોરન્સ બિઝનેસમાં લગાવ્યા હોત, તો આજે બર્કશાયરની કિંમત બમણી હોત." બફેટના એ પાઠ, જેને દુનિયાભરના CEOએ અપનાવ્યા વૉરેન બફેટ માત્ર એક રોકાણકાર જ નહીં, પરંતુ એક મહાન શિક્ષક પણ રહ્યા છે. બફેટે પોતાની સલાહોથી ભરેલા 'ઇન્વેસ્ટર લેટર્સ', કલાકો સુધી ચાલતી મીટિંગ્સ અને પોતાના કામ તથા અંગત જીવનના નિર્ણયો દ્વારા દુનિયાભરના CEOઓને શીખવ્યું છે કે બિઝનેસ અને જીવન કેવી રીતે ચલાવવું. CEOઓ વચ્ચે બફેટના જે ગુણની સૌથી વધુ ચર્ચા થઈ છે, તે છે તેમની ધીરજ. બફેટ બર્કશાયરમાં રોકડનો મોટો જથ્થો એકત્ર કરીને બેસી રહેતા અને રોકાણની યોગ્ય તકની રાહ જોતા. તેમણે 1989માં શેરધારકોને લખ્યું હતું, "પસંદગીનો હોલ્ડિંગ પિરિયડ હંમેશા માટેનો હોય છે." કાયાકના CEO સ્ટીવ હાફનર કહે છે, "હું વૉરેન બફેટની આ વાતથી ખૂબ પ્રભાવિત રહ્યો છું કે તેઓ મુશ્કેલ બાબતો સમજાવવા માટે કેટલી સરળ ભાષાનો ઉપયોગ કરે છે. કોઈ જટિલ મુદ્દાને એકદમ મૂળભૂત સ્તરે લઈ જવું એ ખૂબ મોટી કુશળતાનું કામ છે." વેલ્થ મેનેજમેન્ટ ફર્મ હાઇટાવરના CEO લેરી રેસ્ટિએરીએ કહ્યું– “બફેટ પાસેથી મેં શીખ્યું કે એક્સીલેન્સ ખરેખર એક ડિસિપ્લિન છે. સ્પષ્ટ દિશા નક્કી કરો અને ધીરજપૂર્વક તેનો અમલ કરો.” બફેટના 5 ગોલ્ડન રુલ્સ લાલચ પર કન્ટ્રોલ: "જ્યારે બીજા લોકો લાલચી હોય ત્યારે તમે ડરો, અને જ્યારે બીજા લોકો ડરેલા હોય ત્યારે જ તમે લાલચી બનો." સમયની તાકાત: "આજે કોઈ વ્યક્તિ વૃક્ષની છાયામાં બેઠી છે, કારણ કે કોઈએ ઘણા સમય પહેલાં ત્યાં છોડ વાવ્યો હતો." બિઝનેસની સમજ: "જે વ્યવસાયને તમે સમજી શકતા ન હોવ તેમાં ક્યારેય પૈસા ન લગાવો." કિંમત vs વેલ્યુ: "કિંમત એ છે જે તમે ચૂકવો છો, વેલ્યુ એ છે જે તમને મળે છે." વિશ્વસનીયતાની કિંમત: “માન-સન્માન બનાવવામાં 20 વર્ષ લાગે છે અને તેને ગુમાવવામાં માત્ર 5 મિનિટ. જો તમે આ વાત યાદ રાખશો, તો તમે વસ્તુઓ અલગ રીતે કરશો.” ચેરમેન એમેરિટસ શું હોય છે? આ એક સન્માનનીય પદવી છે, જે કોઈ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન અથવા સ્થાપકને તેમના અસાધારણ યોગદાન બદલ આપવામાં આવે છે. આ ભૂમિકામાં વ્યક્તિ પાસે કાર્યકારી એટલે કે એક્ઝિક્યુટિવ અધિકારો હોતા નથી, પરંતુ તેઓ કંપનીની બેઠકોમાં હાજરી આપીને માર્ગદર્શન આપી શકે છે. વૉરેન બફેટે 1965માં બર્કશાયર હેથવેનું નિયંત્રણ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ એક સામાન્ય ટેક્સટાઇલ કંપની 1 ટ્રિલિયન ડૉલરથી વધુ મૂલ્યાંકન ધરાવતી વૈશ્વિક કન્ઝ્યુમર અને નાણાકીય કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં મનુ ભાકર-તજિંદરપાલ ભારતના ધ્વજવાહક હશે:નાગોયામાં શનિવારે ઓપનિંગ સેરેમની, 503 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
    Next Article
    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:ગીર સોમનાથ, અમરેલીમાં ધોધમાર વરસાદ; આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment