Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ:કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ સોમનાથ મહાદેવ મંદિરે હાજર રહ્યા

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બીલીમોરા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નિરવ ટેલર, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ભાજપ અગ્રણી વિજય પટેલ અને ડો. સનમ પટેલ હાજર રહ્યા હતા. તેમની સાથે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બીલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ, મહિલા મોરચાની બહેનો, ભાજપ પરિવારના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. જેમણે ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સંચાલકો, સેવાભાવી કાર્યકરો, જય જલારામ માનવસેવા ટ્રસ્ટ તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ આમંત્રણને માન આપી હાજરી આપી હતી. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે યોજાયો હતો. બીલીમોરા શહેરના મોટી સંખ્યામાં નગરજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 21 જિલ્લામાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ:બહુચરાજીમાં ગરનાળામાં ઈકો ફસાઈ, અમરેલી-ગીર સોમનાથ-ભાવનગરમાં ધોધમાર વરસાદ; 7 દિવસમાં મેઘરાજાની બીજી તોફાની બેટિંગ
    Next Article
    વડાપ્રધાનના જન્મદિવસ પર ભુજના સ્મૃતિવનમાં હજારો દીવડા પ્રગટાવ્યા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment