Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન ગણેશ અને કાર્તિકેય વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી:જ્યારે સંસાધનો મર્યાદિત હોય, ત્યારે પરંપરાગત માર્ગે ચાલવાને બદલે લીકથી હટીને વિચારો, હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક પસંદ કરો

    3 days ago

    ભગવાન ગણેશ અને કાર્તિકેય સ્વામી સાથે જોડાયેલો પ્રસંગ છે. પૌરાણિક કથા છે કે એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીએ વિચાર્યું કે હવે કાર્તિકેય અને ગણેશના લગ્ન કરાવવા જોઈએ. ભગવાન શિવે કાર્તિકેય અને ગણેશને કહ્યું કે જે સમગ્ર સંસારની પરિક્રમા કરીને પહેલાં પાછો ફરશે, તેના લગ્ન અમે પહેલાં કરાવીશું. કાર્તિકેય સ્વામી તો પોતાના વાહન મયૂર એટલે કે મોર પર બેસીને ઊડી ગયા. ગણેશજીનું વાહન ઉંદર છે, તેથી તેમણે બુદ્ધિથી કામ લીધું. ગણેશજીએ તરત જ પોતાના માતા-પિતા એટલે કે શિવ-પાર્વતીની પરિક્રમા કરી અને કહ્યું કે મારા માટે તો તમે બંને જ સમગ્ર સંસાર છો. આ વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થઈ ગયા. ગણેશજીની આ વાતથી ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે તેમણે ગણેશજીને પ્રથમ પૂજ્ય બનવાનું વરદાન આપ્યું. કાર્તિકેય સ્વામી જ્યારે સંસારની પરિક્રમા કરીને પાછા આવ્યા, ત્યાં સુધીમાં તેમને થોડો વધુ સમય લાગી ગયો હતો. પાછા ફર્યા બાદ કાર્તિકેય સ્વામીએ જોયું કે ગણેશજીના લગ્ન થઈ ગયા છે. ત્યારબાદ જેવી જ કાર્તિકેયને આખી વાતની જાણ થઈ, તેઓ નારાજ થઈ ગયા. નારાજ થઈને કાર્તિકેય સ્વામી કૈલાસ પર્વત છોડીને ક્રૌંચ પર્વત પર ચાલ્યા ગયા. આ ક્રૌંચ પર્વત આજે દક્ષિણ ભારતમાં કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે આવેલો છે. તેને શ્રીપર્વત પણ કહેવામાં આવે છે. માતા-પિતાએ કાર્તિકેય સ્વામીને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ કાર્તિકેયનો ગુસ્સો શાંત થયો નહીં. શિવ-પાર્વતી કાર્તિકેય સ્વામીને મનાવી શક્યા નહીં, તેથી તેમણે નક્કી કર્યું કે હવે પછી દર મહિને અમાવાસ્યાના દિવસે શિવજી અને પૂર્ણિમાના દિવસે પાર્વતીજી કાર્તિકેયને મળવા ક્રૌંચ પર્વત પર જશે. તેથી શ્રીપર્વતના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં શિવજી અને પાર્વતીજી, બંનેની જ્યોતિઓ છે. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવજી. પ્રસંગની શીખ
    Click here to Read More
    Previous Article
    દિલ્હીથી મુંબઈ સુધી, iPhone 18 લેવા માટે લાંબી લાઈન લાગી:મુંબઈ, દિલ્હી અને બેંગલુરુના સ્ટોર્સ પર લાગી રાતથી જ લાંબી લાઈન; એક ગ્રાહકે કહ્યું- રાત્રે 10 વાગ્યાથી જ લાઇનમાં છું
    Next Article
    અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, પાણી ભરાતા ઓફિસ જતા લોકો ફસાયા:અખબારનગર અને મકરબા સહિતના અંડરપાસ બંધ, ગોતા-ઓગણજમાં 40 મિનિટમાં બે ઇંચ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment