Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:પ્રોટીન પાઉડરનું બજાર કે સ્વાસ્થ્યનો ભ્રમ:

    7 hours ago

    ડો. ચન્દ્રકાન્ત લહારિયા બજાર અને સોશિયલ મીડિયાના આક્રમક પ્રચારે સામાન્ય દૈનિક ભોજનને અયોગ્ય કે અધૂરું સાબિત કરીને ખાસ કરીને જેન ઝીમાં પ્રોટીન પાઉડરને લઈને અનોખો ક્રેઝ ઊભો કર્યો છે. આ આંધળું અનુકરણ છે. દેશમાં આજે અંદાજે 9,800 કરોડ રૂપિયાનું પ્રોટીન માર્કેટ છે. જિમથી શરૂ થઈને ઘરના રસોડા સુધી પહોંચેલા આ ‘પ્રોટીન ક્રેઝ’ વચ્ચે દરેક વ્યક્તિ માટે એ જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે કે શું આપણા શરીરને ખરેખર આવા પ્રોટીન સપ્લીમેન્ટ્સની ખરેખર જરૂર છે કે પછી આ માત્ર માર્કેટિંગ માયાજાળ છે? જેન ઝીમાં પ્રોટીન પાઉડરની વધતી ઘેલછા જેવી રીતે અગાઉના સમયમાં લોકોને દરેક તકલીફમાં વિટામિનની ગોળીઓ લેવાની આદત કે વળગણ હતું, તેવી જ રીતે જેન ઝી એવું માને છે કે તેમના સામાન્ય આહારમાં પૂરતું પ્રોટીન નથી. આ ખોટી માનસિકતા પાછળ પ્રોટીન ઉદ્યોગનું માર્કેટિંગ તંત્ર કામ કરી રહ્યું છે. થોડાં વર્ષો પહેલાં સુધી પ્રોટીન પાઉડર માત્ર બોડીબિલ્ડર્સ અને ખેલાડીઓ-એથ્લીટ્સ પૂરતો મર્યાદિત ગણાતો હતો. આજે પ્રોટીન કૂકીઝ, પ્રોટીન આઈસ્ક્રીમ, પ્રોટીન ચિપ્સ, પ્રોટીન બાર અને દૂધ જેવાં પ્રોટીનયુક્ત ઉત્પાદનોની બજારમાં ભરમાર છે. ભોજન જાણે પૂરતું પોષક નથી અને પેકેજ્ડ ફૂડ જ ઉત્તમ છે એવો ભ્રમ ઊભો કરવામાં સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો છે. મસલ બિલ્ડિંગ અને લીન બોડીનું અસલી ગણિત મસલ બિલ્ડિંગ, લીન બોડી અને વર્કઆઉટ પછી શરીરને ઝડપથી રિકવર કરવા માટે પ્રોટીન ઉપયોગી છે. જોકે, સ્નાયુઓનું નિર્માણ માત્ર પ્રોટીન પીવાથી થતું નથી. તેના માટે યોગ્ય અને નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ જરૂરી શરત છે. કસરત બાદ પ્રોટીન લેવાથી સ્નાયુઓનું નવેસરથી નિર્માણ અને ગ્રોથમાં મદદ જરૂર મળે છે. પરંતુ જિમ ગયા વગર કે કસરત કર્યા વગર માત્ર લીન બોડીની ઘેલછામાં પ્રોટીન પાઉડર લેવો એ પૈસાનો વેડફાટ છે. શારીરિક બાંધાને ઘડવા માટે યોગ્ય આહારની સાથે પૂરતો આરામ, ગાઢ નિદ્રા, યોગ્ય કસરત અને આનુવંશિકતા (જિનેટિક્સ) પણ એટલાં જ મહત્ત્વનાં પરિબળો છે. સામાન્ય ભારતીય ભોજન પૂરતું છે મોટા ભાગના સ્વસ્થ લોકો માટે તેમની દૈનિક પ્રોટીનની જરૂરિયાત આપણા પરંપરાગત ભારતીય આહારમાંથી સરળતાથી પૂરી થઈ શકે છે. શાકાહારી લોકો માટે દાળ, ચણા, રાજમા, સોયાબીન, દૂધ, દહીં, પનીર, સિંગ અને બદામ જેવા ખાદ્યપદાર્થો પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. અનાજ અને કઠોળનું મિશ્રણ—જેમ કે દાળ-ભાત, દાળ-રોટલી કે ખીચડી—ખાવાથી પ્રોટીનની ગુણવત્તા અને એમિનો એસિડ પ્રોફાઇલ વધુ ઉત્કૃષ્ટ બને છે. જિમ જતી યુવી પેઢી જો સામાન્ય ઘરનો ખોરાક સારો રાખે તો તેમને વધારાના પ્રોટીનની બિલકુલ જરૂર રહેતી નથી. માત્ર ભારે વર્કઆઉટ કરતા એથ્લીટ્સ કે પ્રોફેશનલ ખેલાડીઓને જ પોતાના વજનના કિલોદીઠ 1.2 થી 1.6 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. કુદરતી ખોરાક વિરુદ્ધ પ્રોટીન પાઉડરનો સ્કૂપ સંતુલિત આહારમાંથી મળતા કુદરતી પોષક તત્ત્વોનું સ્થાન પ્રોટીન સપ્લીમેન્ટ ક્યારેય લઈ શકતું નથી. દાળ, પનીર કે ઈંડાં જેવો આહાર માત્ર પ્રોટીન જ નથી આપતું, પરંતુ તેમાં જીવનજરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફેટ્સ અને ડાયેટરી ફાઈબર પણ હોય છે. પ્રોટીન પાઉડરમાં આ તમામ કુદરતી પોષક તત્ત્વો ગેરહાજર હોય છે. પ્રોટીન પાઉડરના વધુ પડતા ઉપયોગથી યુવાનોમાં પેટ ફૂલવું, પાચનની ગરબડ અને કિડની સંબંધિત તકલીફો જોવા મળે છે. તેથી કુદરતી ભોજન જ શરીર માટે સર્વશ્રેષ્ઠ છે. કોણે પ્રોટીન પાઉડર ન લેવો જોઈએ? જે વ્યક્તિને કિડની કે લિવર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, તેણે અધિક માત્રામાં પ્રોટીન સપ્લીમેન્ટ ન લેવા જોઈએ. ICMR-NIN દ્વારા પ્રોટીન સપ્લીમેન્ટ્સના વધુ પડતા વપરાશ અંગે ચેતવણી આપવામાં આવી છે. સામાન્ય લોકો માટે છાશ કે પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન સુરક્ષિત માનવામાં આવે છે, છતાં નકલી પાઉડર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સપ્લીમેન્ટ લેતા પહેલાં આ બે બાબતો ચકાસો પોતાની જરૂરિયાતની ગણતરી કરો: તમારા દૈનિક આહારમાંથી કેટલું પ્રોટીન મળે છે તે ગણો અને ઉંમર તથા કસરત મુજબ બાકી રહેતી માત્રાની જ ભરપાઈ કરો. પ્રોડક્ટનું લેબલ અને વિશ્વસનીયતા તપાસો: એક સ્કૂપમાં સાચે જ કેટલું પ્રોટીન મળે છે અને તેમાં ખાંડ કે હાનિકારક રસાયણો ઉમેરેલાં નથી તે જુઓ. માસ ગેઈનર અને પ્રોટીન સપ્લીમેન્ટ વચ્ચેનો તફાવત સમજીને હંમેશાં FSSAI માન્યતાપ્રાપ્ત બ્રાન્ડ જ પસંદ કરો. વૈશાલી વર્મા આહારમાંથી 60 થી 70 ગ્રામ પ્રોટીન મેળવવાની રીત સામાન્ય માન્યતા મુજબ વ્યક્તિને તેના આદર્શ વજનના આધારે કિલોદીઠ એક ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. સેન્ટિમીટરમાં તમારી ઊંચાઈમાંથી પુરુષોએ 100 અને સ્ત્રીઓએ 105 બાદ કરવાથી આદર્શ વજન મળે છે. ઉદાહરણ તરીકે, 172 સે.મી. ઊંચાઈ ધરાવતા પુરુષનું આદર્શ વજન 72 કિલો ગણાય. ભલે તેનું વાસ્તવિક વજન 90 કિલો હોય, તેને દરરોજ ફક્ત 72 ગ્રામ પ્રોટીનની જ જરૂર પડે છે. આ જરૂરિયાત સામાન્ય ઘરના આહાર વડે આ રીતે પૂરી કરી શકાય છે:
    Click here to Read More
    Previous Article
    સલમાનની મજાક ઉડાવતા જોવા મળ્યા સોનુ નિગમ:વાયરલ ક્લિપને નકલી ગણાવી, કહ્યું- હું પાકિસ્તાની બાળકીનું સિંગિંગ જોઈને રડી પડ્યો હતો
    Next Article
    દિલ્હી હાઈકોર્ટે DUSU ચૂંટણી હિંસા પર નારાજગી વ્યક્ત કરી:કહ્યું- ફરી આવું થયું તો ચૂંટણી રદ કરી દઈશું; કાલે મતદાન, પરમદિવસે પરિણામ આવશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment