Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાનની મજાક ઉડાવતા જોવા મળ્યા સોનુ નિગમ:વાયરલ ક્લિપને નકલી ગણાવી, કહ્યું- હું પાકિસ્તાની બાળકીનું સિંગિંગ જોઈને રડી પડ્યો હતો

    7 hours ago

    બોલિવૂડ સિંગર સોનૂ નિગમનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ટીવી પર ‘મૈં હું હીરો તેરા’ ગીત ગાઈ રહેલા સલમાન ખાનની સિંગિંગની મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે. આ ક્લિપમાં સોનૂ માથું પકડીને અને એવું કહેતા નજરે પડે છે કે આવી સિંગિંગ સાંભળીને તેઓ રડી પડશે. વીડિયો પર વિવાદ વધતો જોઈ સોનૂ નિગમે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વાયરલ વીડિયોનું સત્ય સામે રાખ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇન્ટરનેટ પર કંઈ પણ બતાવી શકાય છે અને આ વીડિયો એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. હકીકતમાં તેઓ કોઈની મજાક ઉડાવી રહ્યા નહોતા, પરંતુ એક પાકિસ્તાની બાળકીની સિંગિગથી પ્રભાવિત થઈને રડી પડ્યા હતા. પાકિસ્તાની બાળકી હાદિયા હાશમી માટેનો હતો ઓરિજિનલ વીડિયો સોનુ નિગમે સ્પષ્ટ કર્યું કે સલમાન ખાન સાથે જોડીને શેર કરવામાં આવી રહેલો વીડિયો વર્ષ 2020નો છે. તે સમયે અભિનેતા જાવેદ જાફરીએ સોનુને નેસ્કેફે બેઝમેન્ટના ગીત 'બોલ હૂ'નો એક વીડિયો મોકલ્યો હતો, જેમાં નાની બાળકી હાદિયા હાશમીએ આલાપ ગાયો હતો. હાદિયાની ગાયકી સાંભળીને સોનુ એટલા ભાવુક થઈ ગયા હતા કે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે જ દરમિયાન તેમણે બાળકીની પ્રશંસામાં એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. હવે કેટલાક લોકોએ એ જૂના વીડિયોને સલમાન ખાનના ટીવી પર આપેલા પરફોર્મન્સ સાથે એડિટ કરીને વાયરલ કરી દીધો છે. સિંગર અનીશ મેથ્યુઝે પણ ઓરિજિનલ ક્લિપની સચ્ચાઈ જણાવી સોનુ નિગમની સ્પષ્ટતા કરતી પોસ્ટ પર ગાયક અનીશ મેથ્યુઝે પણ કમેન્ટ કરીને એડિટેડ વીડિયોની સચ્ચાઈની પુષ્ટિ કરી. અનીશે લખ્યું કે તેમને સારી રીતે યાદ છે કે સોનુજીની આ પ્રતિક્રિયા ‘નેસ્કાફે બેસમેન્ટ’ના ગીત ‘બોલ હૂ’માં નાની બાળકી હાદિયા હાશમીના આલાપ પર હતી. અન્ય યુઝર્સે પણ લખ્યું કે ઇન્ટરનેટ પર વ્યૂઝ અને ટ્રોલિંગ માટે કોઈપણ વીડિયોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘મૈં હૂં હીરો તેરા’ ગીતના ક્રેડિટને લઈને શરૂ થયો હતો વિવાદ આ સમગ્ર મામલો સલમાન ખાન ફિલ્મ્સ (SKF)ની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ શરૂ થયો હતો. ફિલ્મ ‘હીરો’ને 10 વર્ષ પૂર્ણ થવા પર નિર્માતાઓએ સલમાન દ્વારા ગવાયેલા ગીત ‘મૈં હૂં હીરો તેરા’ને લઈને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિકનું નામ લખવામાં આવ્યું ન હતું. અમાલે સોશિયલ મીડિયા પર ક્રેડિટ ન મળવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં નિર્માતાઓએ પોસ્ટ એડિટ કરીને અમાલનું નામ સામેલ કરી લીધું હતું. પરંતુ ત્યાર બાદ સલમાનના ચાહકોએ અમાલ અને તેમના ભાઈ અરમાન મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    'May Be Stars. To Me, They're Violators Of Law': Tukaram Mundhe On Actors In 'Surrogate Ads'
    Next Article
    કવર સ્ટોરી:પ્રોટીન પાઉડરનું બજાર કે સ્વાસ્થ્યનો ભ્રમ:

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment