Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઓડિશના યુવકની હત્યા કેસમાં આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર:ત્રીજા માળે હત્યા કરી લાશને નવેળામાંથી પાછળ ફેંકી દીધી, પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

    10 hours ago

    રાજકોટના રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઈટ પર બહેનની છેડતી કરનાર ઓડિશાના યુવકની હત્યા કેસમાં પ્રદ્યુમનનગર પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓ અજિત ભુરીયા, પિંજુ ભુરીયા અને રાજેશ ભુરીયાને સાથે રાખી ઘટનાસ્થળે સીન રિકંસ્ટ્રક્શન પંચનામું કરાવ્યું હતું. આરોપીઓએ મૃતક યુવકને મકાનના ત્રીજા માળે લઈ જઈ ઢોરમાર મારી હત્યા કરી હતી. ત્યારબાદ રાત્રિના સમયે લાશને નીચે લાવી, નવેળામાં લાકડાની સીડી મૂકી મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતાં પોલીસે પુરાવા એકત્રિત કરી આરોપીઓને જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ગેરકાયદેસર પિસ્તોલ સાથે વધુ એક આરોપી ઝડપાયો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે પકડાયેલા અગાઉના આરોપી અરબાઝ દોઢીયાની પૂછપરછના આધારે હથિયાર આપનાર હનીફ ઉર્ફે ઘુઘાને ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીકથી ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. હનીફ અને અરબાઝ એકાદ વર્ષ અગાઉ જૂનાગઢના ભવનાથ ખાતેથી બે હથિયાર લાવ્યા હતા, જેમાંથી એક અરબાઝે અને બીજું હનીફે પોતાની પાસે રાખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે હનીફ ઉર્ફે ઘોઘાની ધરપકડ કરી જૂનાગઢના મુખ્ય હથિયાર સપ્લાયર સુધી પહોંચવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાપ પકડવાના જાણકાર વૃદ્ધનું દૂધ લેવા જતી વખતે સર્પદંશથી મોત શાપર નજીક આવેલા ઢોલરા ગામે રહેતા અને ફર્નિચર કામ કરતા 66 વર્ષીય વૃદ્ધ મહેશભાઈ ધામેચાનું સાપના રેસ્ક્યૂ દરમિયાન સર્પદંશ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દૂધ લેવા નીકળેલા મહેશભાઈને ગામમાં સાપ નીકળ્યો હોવાની જાણ થતાં તેઓ રેસ્ક્યૂ કરવા પહોંચ્યા હતા. સાપ પકડતી વખતે તેમના જમણા હાથે ડંશ વાગ્યો હતો. શરૂઆતમાં પરિવારને જાણ કર્યા વિના તેઓ સુઈ ગયા હતા, પરંતુ મોડી રાત્રે શરીરમાં ઝેર વ્યાપી જતાં તબિયત લથડી હતી. હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. શાપર પોલીસે આ અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચોરીના બે બનાવોનો ભેદ ઉકેલાયો, એક વાહનચોર અને સગીર કબ્જે રાજકોટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાઉ વાહનો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે જામનગર રોડ પરથી અદનાન અલ્તાફ વિંધાણી (ઉં.વ. 23) ને શંકાસ્પદ એક્ટિવા સાથે અટકાવ્યો હતો. કાગળો ન મળતાં તેણે એક્ટિવા જામનગરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી જામનગર સીટી બી-ડિવિઝનનો વાહન ચોરીનો ગુનો ઉકેલાયો છે. માલવીયાનગર પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક સગીરને બાઈક સાથે રોકી પૂછપરછ કરતાં બાઈક શાપર વિસ્તારમાંથી ચોરેલું હોવાનું ખુલતાં પોલીસે બાઈક જપ્ત કરી સગીર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોલન બજારમાં PM મોદીનો જન્મદિવસ મનાવાયો:ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી
    Next Article
    Rs 12,000 iPhone EMI: Mumbai Entrepreneur Reveals Rs 52,000 Monthly Expenses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment