Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદીના જન્મદિવસે લાલપુરમાં દીપ પ્રાગટ્ય:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગામના આગેવાનો અને ગ્રામજનો જોડાયા

    7 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે લાલપુર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વીર સાવરકર હાઈસ્કૂલ, લાલપુર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા ભાજપ પરિવારના આગેવાનો, હોદ્દેદારો અને વિવિધ મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગામના આગેવાનો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સેવા, સુશાસન અને જનકલ્યાણના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ પ્રસંગે ‘સેવા સંકલ્પ અભિયાન’ને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને પોતાના ઘર, ગૌશાળા અને મંદિર જેવી જગ્યાઓ પર પણ સામૂહિક દીપ પ્રાગટ્ય કરવા માટે અપીલ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના 76માં જન્મદિવસે લાયન્સ ક્લબ પાટણ દ્વારા ભોજન સેવા:ખીમયાણાના વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પીરસી, સભ્યોએ સમય વિતાવી ઉજવણી કરી
    Next Article
    PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી:રાજકોટમાં હજારો લોકોએ હાથમાં દીવડો લઈ માનવસાંકળ બનાવી, વડાપ્રધાનનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment