Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરનું ફાયર તંત્ર સુકાની વગરનું:લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર, સસ્પેન્શનનો ઘડો લાડવો નક્કી

    6 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર રાજેશ પટેલને 20 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યા બાદ આજે ગુરુવારે અદાલતમાં રજૂ કરી શનિવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવામાં આવ્યા. જેના પગલે હવે સરકારી નિયમો અનુસાર રાજેશ પટેલના સસ્પેન્શનનો ઓર્ડર નીકળવો લગભગ નક્કી થઈ ચૂક્યો છે.આમ હાલ તો સેનાપતિ વિનાનું ફાયર બ્રિગેડ તંત્ર નધણીયાત થઈ ગયું છે. રાજેશ પટેલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો હતો ગાંધીનગર ફાયર બ્રિગેડ કચેરી ખાતે ગઈકાલે ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવાના બદલામાં 20 હજારની લાંચ સ્વીકારતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ એસીબીની સફળ ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગાંધીનગર વિસ્તારમાં આવેલી ત્રણ નવી બિલ્ડિંગ સાઇટો નિર્માણ સત્વ, આવકાર 96 તેમજ જર્મન ગ્રીન ફિલ્ડ માટે ડેવલપર્સ દ્વારા FSO મારફતે ફાયર NOC મેળવવા માટે વિધિવત અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે એસટીઓ (સ્ટેશન ટાઉન ઓફિસર)ને સાથે રાખીને આ ત્રણેય સાઇટોનું વિઝિટેશન અને ટેકનિકલ ઇન્સ્પેક્શન કર્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ ગત 14 સપ્ટેમ્બરના રોજ ત્રણેય સાઇટોની ફાયર NOC એપ્રુવલ કરી આપવાના અવેજ પેટે ગેરકાયદેસર રીતે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી આ ભ્રષ્ટ વહિવટનો ભાગ બનવા માગતા ન હોવાથી અને લાંચ આપવાની સ્પષ્ટ ના હોવાથી તેમણે આ મામલે ભરૂચ એસીબીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે 16 સપ્ટેમ્બરના રોજ આયોજનપૂર્વક ગાંધીનગર ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી ખાતે જ એક છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર રાજેશ પટેલ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા આજે લાંચિયા અધિકારીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં સરકાર તરફે સરકારી વકીલ પ્રીતેશ ડી. વ્યાસે હાજર રહી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે રાજેશ પટેલના શનિવાર અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.હવે સરકારી નિયમો અનુસાર રાજેશ પટેલના સસ્પેન્શનનો ઓર્ડર નીકળવો લગભગ નક્કી થઈ ચૂક્યો છે. હાલમાં એસીબી દ્વારા રિમાન્ડ દરમિયાન રાજેશ પટેલ સામે અન્ય કોઈ સાઇટોની NOC માટે આવી ગેરકાયદેસર રકમ વસૂલવામાં આવી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મુખ્ય અધિકારી જ લાંચ કેસમાં જેલભેગા થતાં પાટનગરનું ફાયર તંત્ર સુકાની વગરના સાયરન જેવું થઈ ગયું છે.આ કટોકટીએ પાટનગરની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    ભોજપરના આધેડનું મકાન ભાડુઆત માતા-પુત્રએ પચાવી પાડ્યું:મકાન ખાલી કરવાનું કહેતાં ખોટા છેડતીના કેસમાં ફસાવવાની ધમકી, આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
    Next Article
    નબીપુર પોલીસ સ્ટેશનનું રેન્જ IG સંદીપસિંઘે કર્યું ઇન્સ્પેક્શન:ભરૂચ SP અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment