Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભોજપરના આધેડનું મકાન ભાડુઆત માતા-પુત્રએ પચાવી પાડ્યું:મકાન ખાલી કરવાનું કહેતાં ખોટા છેડતીના કેસમાં ફસાવવાની ધમકી, આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

    6 hours ago

    ભાવનગરના જૂના વડવા સાગવાડી વિસ્તારમાં ભાડે રહેતા માતા-પુત્રએ ભાડા કરાર પૂરો થવા છતાં કબજો જમાવી રાખ્યો હતો. તેમજ માલિકે મકાન ખાલી કરવાનું કહેતા ખોટા છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મકાનમાલિકની અરજી બાદ નિલમબાગ પોલીસે આરોપી માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. માસિક ₹2,000ના ભાડે 11 માસના કરાર પર મકાન લીધું વરતેજના ભોજપરા ખાતે ગઢપડી વિસ્તારમાં રહેતા ફરિયાદી મહાવીરસિંહ આસુભા ગોહિલે આરોપીઓ શહેનાઝબેન હાસીમહુસૈન આબેદી અને તેમનો પુત્ર સજ્જાદ હાસીમહુસૈન આબેદી (રહે. જૂની વડવા સીમ, સાગવાડી) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2008માં આરોપી માતા-પુત્રએ ફરિયાદીનું જૂની વડવા સ્થિત મકાન માસિક ₹2,000ના ભાડાથી 11 માસના કરાર પર લીધું હતું. મકાનમાલિકને ખોટા છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપી ભાડા કરાર પૂરો થયા બાદ મકાનમાલિકે અવારનવાર મકાન ખાલી કરવા જણાવવા છતાં બંનેએ મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. વધુમાં, શહેનાઝબેને મકાનમાલિકને ધમકી આપી હતી કે જો હવેથી મકાન ખાલી કરવાનું કહેશો તો તમને ખોટા છેડતીના કેસમાં ફસાવી દઈશ. મકાનમાલિક મહાવીરસિંહે આ બાબતે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. SDM દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવાનો હુકમ કરાતાં નિલમબાગ પોલીસે બંને માતા-પુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદાની કલમ 3 અને 4(3) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીના જન્મ દિવસની ઉજવણી, અમદાવાદ દીવડાઓથી ઝળહળશે:ભગવાન જગન્નાથ બાદ અમિત શાહ અને મુખ્યમંત્રીએ કાંકરિયામાં ભારત માતાની આરતી કરી
    Next Article
    ગાંધીનગરનું ફાયર તંત્ર સુકાની વગરનું:લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર, સસ્પેન્શનનો ઘડો લાડવો નક્કી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment