Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના જન્મદિવસની ઉજવણી, અમદાવાદ દીવડાઓથી ઝળહળશે:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે આરતી કરશે, વરસાદ પડતા કાંકરિયામાં સફાઈ શરૂ

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવા, સુશાસન અને સમર્પણની ગૌરવવંતી યાત્રાની ઉજવણી રૂપે 'સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાનની આરતી કરવામાં આવશે અને PM મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે, જ્યારે કાંકરિયા તળાવ ખાતે 1.25 લાખ તેમજ એટલબ્રિજ ખાતે 76000 દીવડા પ્રજ્વલિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે આવી પહોંચ્યા છે. 48 વોર્ડમાં 4 લાખ 80 હજાર દીવડા પ્રજ્વલિત કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જનસેવાના કાર્યને પ્રાધાન્ય આપતાં સમગ્ર શહેરમાં 10 અલગ-અલગ સ્થળો પર ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ તેમજ 14 વિવિધ જગ્યાઓ પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા છે. સાંજના સમયે સમગ્ર શહેર દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠશે. "આશીર્વાદનો દીવડો" કાર્યક્રમ હેઠળ શહેરના તમામ 48 વોર્ડમાં કુલ 4 લાખ 80 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે. શહેરના મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ જેવા કે, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, એસીવીપી હોસ્પિટલ, AMC MET ડેન્ટલ કોલેજ, અટલબ્રિજ-રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો પ્રોજેક્ટ, BRTS, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ખારીકટ કેનાલ ખાતે આશીર્વાદ દીવડો કાર્યક્રમ અંતર્ગત દીવડા પ્રગટાવવામાં આવશે.જનભાગીદારી વધારવાના હેતુથી સરકારી યોજનાઓના લાભાર્થીઓ પોતાના ઘરે સ્વયંભૂ દીપ પ્રગટાવશે અને વિવિધ ગણપતિ પંડાલ ખાતે પણ દીપ પ્રાગટ્ય કરાશે. મેયર, સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજરી આપશે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જગ્યાએ મેયર હિતેશ બારોટ, સાંસદો, ધારાસભ્યો, ડે.મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, મ્યુનિસિપલ કમિશનર, વિવિધ કમિટીના ચેરમેનો, કાઉન્સિલર, અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારીના રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર!:ટ્રમ્પે ટેરિફનું ટ્રિગર દબાવ્યું! પેટ્રોલ-EMI કેટલા વધશે? રશિયન તેલની બબાલમાં ભારત લાલઘૂમ
    Next Article
    जन्मदिन मनाना है तो बीजेपी मनाए, सरकारी अफ़सर क्यों जला रहे हैं दीया, करोड़ों रुपये पानी में

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment