Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- દુનિયાનો ભારત પર વધ્યો વિશ્વાસ:દેશના પ્લાન્ટ્સમાંથી ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી રહી છે સેમિકન્ડક્ટર ચિપ્સ

    6 hours ago

    પીએમ મોદીએ દિલ્હીના યશોભૂમિમાં સેમિકોન ઇન્ડિયા 2026ની પાંચમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે ભારતના પ્લાન્ટ્સમાંથી નીકળતી ચિપ્સ હવે દુનિયાભરમાં પહોંચી રહી છે. કોઈપણ દેશ માટે આટલા ઓછા સમયમાં આ પડાવ સુધી પહોંચવું સરળ નથી. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર સેક્ટર એવું નથી કે ફેક્ટરી લગાવી અને કામ પૂરું થઈ ગયું. ટેકનોલોજીકલ ક્ષમતા વિકસાવવામાં દાયકાઓ લાગે છે. ભારતે ઇન્ડસ્ટ્રીના સહયોગથી ચિપ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ ક્ષમતા પર એકસાથે કામ કર્યું અને સફળતા મેળવી. પીએમ મોદીએ 21મી સદીની ટેકનોલોજીને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના વિઝન સાથે જોડતા કહ્યું કે દેશ આ લક્ષ્ય પુરુ કરવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે. તેમણે હાલની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ, લગભગ 3 હજાર કિમી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશનલ થવા અને 7.8% GDP ગ્રોથનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક તરફ ભારતની ઇકોનોમી વધી રહી છે, તો બીજી તરફ દુનિયાનો ભારત પર ભરોસો પણ વધી રહ્યો છે. BRICS સમિટમાં સર્વસંમતિથી દિલ્હી ડિક્લેરેશન પસાર થવું તેનું એક ઉદાહરણ છે. પીએમએ કહ્યું કે ભારતની આ સિદ્ધિઓ વચ્ચે સેમિકોન ઇન્ડિયાનું આયોજન વધુ મહત્વનું બની જાય છે.
    Click here to Read More
    Previous Article
    Modi turns 76: Same ad, five papers, and the advertorial that wasn’t labelled one
    Next Article
    બે સિસ્ટમ સક્રિય, 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી:રાજકોટ-કચ્છ, જૂનાગઢ સહિતના જિલ્લામાં ઝરમર વરસાદ; રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment