Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલેરોની ટક્કરથી સગીરનું મોઢું છુંદાયું, બચવા તરફડિયા માર્યાં:સરખેજમાં રોડ ક્રોસ કરતા સમયે અડફેટે લીધો, બોલેરો ચાલકે રિક્ષા અને અન્ય વાહનને ટક્કર મારી; ચાલકની ધરપકડ

    6 hours ago

    અમદાવાદ શહેરમાં 16 સપ્ટેમ્બરે બોલેરો ચાલકે સગીર, રિક્ષા અને અન્ય વાહનને ટક્કર મારી હતી. સરખેજ વિસ્તારમાં સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બોલેરો ચાલકે અડફેટે લીધો. જે બાદ સગીર ગાડી નીચે આવી ગયો હતો. એટલું જ નહીં સગીરનું મોઢું પણ છુંદાઈ ગયું હતું. જેના કારણે ગાડી નીચેથી જ સગીર બચવા માટે તરફડીયા મારતો હતો જેનો વીડિયો સામે આવ્યો છે. ફતેવાડીમાં રહેતો સગીરને રોડ ક્રોસ કરતા સમયે બોલેરોએ ટક્કર મારી સરખેજ ઢાળ ચાર રસ્તા પાસેથી ફતેવાડી પાસે રહેતો 15 વર્ષનો સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક બોલેરો પિકઅપ ગાડીએ પૂર ઝડપે સગીરને ટક્કર મારી હતી. જેના કારણે તે નીચે પડી ગયો હતો. સગીર ગાડીની નીચે ફસાઈ ગયો હતો. અકસ્માતમાં સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહી લુહાણ થઈ ગયું હતું. વધુ સારવાર માટે સોલા સિવિલથી અસારવા ખસેડાયો અકસ્માત બાદ સગીરને આસપાસના લોકોએ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે સગીરની હાલત વધુ ગંભીર હોવાથી સગીરને અસારવા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બોલેરો ગાડીના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીના જન્મદિને ગુજરાતમાં દિવાળી, ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે:જન્મભૂમિ વડનગર-કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી બાઈક સેવા યાત્રા; થોડીવારમાં અમિત શાહ પહોંચશે
    Next Article
    Rs 14 cr in 9 days in just 1 state: The ever-expanding Modi celebration machine

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment