Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના જન્મદિને ગુજરાતમાં દિવાળી, ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે:જન્મભૂમિ વડનગર-કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી બાઈક સેવા યાત્રા; થોડીવારમાં અમિત શાહ પહોંચશે

    9 hours ago

    વડનગરના પનોતા પુત્ર અને ‎દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં ‎‎જન્મદિવસ નિમિત્તે વડનગરમાં ‎આજથી બે દિવસીય જન્મોત્સવની ‎‎ભવ્ય ઉજવણીનો પ્રારંભ થશે. ‎‎વડાપ્રધાનની 25 વર્ષની સેવા અને ‎‎સમર્પણ યાત્રાની ઉજવણીના ‎‎ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ‎વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું ‎આયોજન કરવામાં આવ્યું છે. ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચાર અલગ-અલગ પવિત્ર ‎સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે ‎વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ‎આવતી પવિત્ર નદીઓનું જળ ‎કળશમાં એકત્ર કરી ‎ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા‎ બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ‎હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ‎જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ‎ખાતે ભવ્ય આરતી સાથે સાંસ્કૃતિક ‎કાર્યક્રમ યોજાયો હતો. ‘સેવા સંકલ્પ’ના સંદેશ સાથે ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎યોજાનારા કાર્યક્રમોમાં મોટી‎ સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જન્મોત્સવના ‎કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી, ‎મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ‎નેતાઓ, સાધુ-સંતો તથા મોટી ‎સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. રાત્રે વડ‎નગરમાં રોશની પણ કરાઈ હતી. ઉપરાંત ‎રક્તદાન કેમ્પ તેમજ સફાઈ ‎સહિતના કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન‎ નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ,‎ સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાન‎કેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-‎અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. થોડીવારમાં અમિત શાહ વડનગર પહોંચશે અને શર્મિષ્ઠા તળાવ ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કરી કળશમાં પવિત્ર જળ ગ્રહણ કરી બાઈક યાત્રાને પ્રસ્થાન કરાવશે. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ વિશે જાણીએ શર્મિષ્ઠા તળાવ, જ્યાંથી મલ્હાર રાગની સુરાવલી જલતરંગ સાથે હજીયે પ્રગટ થાય છે ઐતિહાસિક વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. તળાવ આશરે 150 ફૂટ ઊંડું અને એમાં 360 પગથિયાં છે. તળાવ આશરે 4500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અન્ય સ્મારકોની જેમ આ તળાવ સાથે પણ આવી અનેત વાતો જોડાયેલી
    Click here to Read More
    Previous Article
    'છઠ પૂજા વિશે વધુ જાણતી ન હતી':તમન્નાએ કહ્યું - 'છઠ્ઠી મૈયા' ગીતના શૂટિંગમાં ભાવુક થઈ; બિહાર કલ્ચરમાં આથમતા સૂરજદેવનું સન્માન
    Next Article
    બોલેરોની ટક્કરથી સગીરનું મોઢું છુંદાયું, બચવા તરફડિયા માર્યાં:સરખેજમાં રોડ ક્રોસ કરતા સમયે અડફેટે લીધો, બોલેરો ચાલકે રિક્ષા અને અન્ય વાહનને ટક્કર મારી; ચાલકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment