Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવ સંદર્ભે જામનગર પોલીસે ડીજે સંચાલકો સાથે કરી બેઠક:અશ્લીલ ગીતો ન વગાડવા અને અફવા ન ફેલાવવા સૂચના અપાઈ

    10 hours ago

    જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ગણેશ મહોત્સવ દરમ્યાન ડીજે સંચાલકો સાથે બેઠક કરી હતી. આ બેઠક સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી.એમ. ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો હાજર રહ્યા હતા. પોલીસે તેમને આગામી ગણેશ મહોત્સવ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સૂચનાઓ અપાઈ હતી. ડીજેમાં અશ્લીલ કે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા સ્પષ્ટ સૂચના અપાઈ હતી. સિટી-એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયાએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ખોટી અફવા કે ભ્રામક માહિતી ન ફેલાવવા અપીલ કરી હતી. ડીજે સંચાલકોને એકબીજા સાથે હરીફાઈ ન કરવા અને તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નિકોલની સાર્થક હેબિટેટ સોસાયટીમાં અનોખી જંગલ થીમ પર ગણેશ મહોત્સવ:કુદરતી સૌંદર્ય અને વન્યજીવનની કલ્પના સાથે વિઘ્નહર્તા ગણપતિ બાપા બિરાજ્યા
    Next Article
    જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા:બંને પાકિસ્તાની હોવાની આશંકા; સુરક્ષા દળોનું ઓપરેશન ગઈકાલ રાતથી ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment