Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:ગણેશોત્સવમાં લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો અપાશે

    9 hours ago

    ગણેશોત્સવ એટલે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો પર્વ પરંતુ વ્યારાના કાનપુરા સ્થિત સાંઈનાથ ગણેશ મંડળ માટે આ પર્વ 10 વર્ષથી સેવાભાવનું માધ્યમ પણ બન્યો છે. મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી સાથે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ 10 દિવસ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, રક્તદાન, દર્દી સેવા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંઈનાથ મંડળ દ્વારા સભ્યો દ્વારા અગાઉના વર્ષોમાં પણ ગણેશોત્સવ દરમિયાન જરૂરિયાતમંદો માટે સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન એકત્ર થયેલી 10 પેટીની રકમનો ઉપયોગ 32 અનાથ બાળકોની મદદ માટે કરવામાં આવ્યો હતો. બાળકોને નોટબુક, દફતર, નવા કપડાં તેમજ બુટ-ચંપલ આપવામાં આવ્યાં હતાં. બાળકોને ગણેશજીની આરતીમાં જોડવા સાથે ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનદાનનો સંકલ્પ આ વર્ષે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનદાનનો સંકલ્પ‎ આ વર્ષે મંડળે આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગામડાંની લાઇબ્રેરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો છે. સરકારી નોકરી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી અભ્યાસ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ ગામમાં રહીને તૈયારી કરી શકે તે માટે લાઇબ્રેરીઓને ઉપયોગી પુસ્તકો આપવામાં આવશે. ગણેશોત્સવને જ્ઞાનદાન અને સેવાકાર્ય સાથે જોડવાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહે તેવો મંડળનો હેતુ છે. આરોગ્યની પણ સેવા | ગણેશોત્સવ દરમિયાન મફત દાંત તપાસ અને એક્સ-રે કેમ્પ, આયુષ્માન ભારત કાર્ડ તથા આધારકાર્ડ અપડેટ કેમ્પ, સર્વરોગ નિદાન અને વિનામૂલ્યે દવા વિતરણ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ, બિસ્કિટ અને પાણીનું વિતરણ, રક્તદાન શિબિર તેમજ મફત આંખ તપાસ સાથે રાહતદરે ચશ્માં અને દવા વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગૌશાળામાં ગૌમાતાને રોટલી, ઘાસચારો અને મીક્ષદાણનું વિતરણ પણ કરવામાં આવશે. ભક્તિ સાથે મનોરંજનનો પણ સંગમ | ધાર્મિક કાર્યક્રમોમાં છપ્પન ભોગ, સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન છે. બાળપણની વિસરાયેલી રમતો અને ભવ્ય લોકડાયરો-ભજન સંધ્યા પણ યોજાશે. ઢોલ-ત્રાસાના તાલે બાપ્પાની વિસર્જન યાત્રા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી 6 નેશનલ સ્પર્ધા રમ્યો:પેરવડના વિવિયન ગામીતની બાસ્કેટ બોલ SAI-NCOEમાં પસંદગી
    Next Article
    વ્યારા:1.12 લાખ હેક્ટર પાક માટે 5 દિનનો વરસાદ બન્યો સંજીવની, ડાંગરનું ઉત્પાદન 30% વધવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment