Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "સંજયભાઈ તમે ધારાસભ્યના પાવરમાં હવામાં ઊડો છો":જેટકો વીજ લાઈન પ્રશ્ને ધારાસભ્ય સંજય કોરડીયાનું ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાના આક્ષેપ,સંજય કોરડીયાએ કહ્યું રજૂઆત કરવા આવેલ આમ આદમી પાર્ટીના લોકો હતા.

    10 hours ago

    ​વર્ષ 1987 માં ખેડૂતોની મંજૂરી કે પરમિશન વિના જ નાખવામાં આવેલી 220 કેવી જેટકો વીજ લાઈન અને તેના યોગ્ય વળતર અંગે જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોમાં ચાલી રહેલો આક્રોશ હવે વધુ ઉગ્ર બન્યો છે. આરટીઆઈ માં પણ આ વીજ લાઈનનું વળતર ચૂકવાયું છે કે નહીં તેનો કોઈ દસ્તાવેજી રેકોર્ડ વીજ કંપની કે તંત્ર પાસે ન હોવાનો ખુલાસો થયો છે. અગાઉ આવેદનપત્ર આપીને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યા બાદ, આજે આ મુદ્દે યોગ્ય નિવાડો અને જવાબ મેળવવા માટે તમામ ખેડૂતો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ધારાસભ્ય દ્વારા ખેડૂતોના આ ગંભીર પ્રશ્ન પ્રત્યે અત્યંત નકારાત્મક અને ઉડાવ વલણ દાખવવામાં આવ્યું હતું. ​ખેડૂતોની આ રજૂઆત દરમિયાન ધારાસભ્ય સંજય કોરડીયાના વર્તન અને મીડિયા પ્રત્યેના અભિગમને લઈને ખેડૂતોમાં રોજ જોવા મળ્યો છે છે. ખેડૂતોની રજૂઆતનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારો અને મીડિયાકર્મીઓને કાર્યાલયની અંદર આવતા અટકાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય સંજય કોરડીયાએ મીડિયાને કવરેજ કરવાની સ્પષ્ટ મનાઈ કરતા કહ્યું હતું કે, "આ કોઈ પંચાયત નથી, મારું કાર્યાલય છે અને મારે મીડિયાની કોઈ જરૂર નથી." આ રીતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી સંજયભાઈ કોરડીયાએ પોતાના ધારાસભ્ય પદનો પાવર બતાવ્યો હતો. ખેડૂતોએ આક્રોશ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા 'હોકારો' નામના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે કવરેજ માટે તમામ પત્રકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આજે જ્યારે ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે રજૂઆત કરવા આવ્યા, ત્યારે ખેડૂતોનો અવાજ દબાવવા માટે મીડિયાને અંદર આવતા કેમ રોકવામાં આવ્યા? ​વધાવી ગામના ખેડૂત રમેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કેઅમારે 1987 માં જેટકો દ્વારા જે બિનઅધિકૃત લાઇન ઊભી કરવામાં આવેલી છે, તેનું આવેદન અમે આજથી 18 દિવસ પહેલા સંજયભાઈ કોરડીયાને આપેલું હતું. તેમના જવાબ લેવા માટે આજે અમે આવ્યા, પણ સંજયભાઈએ એવા ઉડાવ જવાબ આપ્યા કે અમને અફસોસ થાય છે કે અમે આ લોકોને કઈ રીતે મત આપીને ચૂંટાવ્યા છે. સંજયભાઈની વાણી અને વર્તનથી આજે અમને 100% નક્કી થયું છે કે આ ગુલામ ધારાસભ્ય છે, આઝાદ ધારાસભ્ય નથી. મેં પૂછ્યું કે સરકાર જો 90 દિવસની નોટિસ આપીને સરકારી વસાહત ખાલી કરાવી શકતી હોય, તો અમે કેમ 90 દિવસની નોટિસ આપીને થાંભલા દૂર ન કરાવી શકીએ? તો સંજયભાઈ કહે છે કે પ્રશ્ન મારો નથી, તમારે સરકાર સાથે વાત કરી લેવી. અમે કીધું કે અમે તો સરકારમાં રજૂઆત કરી દઈએ, સરકાર આજે આપે, પાંચ દિવસે આપે ને નોય આપે. સંજયભાઈ, તમે ધારાસભ્યના પાવરમાં જે હવામાં ઊડો છો ને, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. અમે ખેડૂત પ્રતિનિધિ હોવાના નાતે આવ્યા હતા, ભીખ માગવા નહોતા આવ્યા. ઓફિસના ઓપનિંગ વખતે મીડિયાને આમંત્રણ આપો છો અને આજે ખેડૂતો આવ્યા તો ખેડૂતોનો અવાજ દબાવવા મીડિયાને અંદર આવવાની ના પાડી દીધી? ઉમટવાડા ગામના ખેડૂત હરેશ વડારિયા એ જણાવ્યું હતું કે અમારા ખેતરમાંથી 220 કેવી હેવી લાઇન નીકળેલી છે, જે 39 વર્ષ પહેલા ઊભી કરવામાં આવી હતી. સાહેબ અત્યારે એને ભૂતકાળ ગણે છે, પણ એ વીજ લાઇન અત્યારે હાલ અમારા ખેતરમાં જ છે, તો એ ભૂતકાળ કઈ રીતે ગણી શકાય? સાહેબનું કહેવું એમ છે કે 40 વર્ષ પહેલાના પ્રશ્નો મારી પાસે શું કામ લઈને આવો છો. અત્યારે વીજ લાઇન તો પહેલેથી અમારા ખેતરમાં છે જ. એટલે સાહેબને કાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની ખબર પડતી નથી અથવા તો આ વસ્તુથી છેટા રહેવા માંગે છે. સાહેબને મીડિયાથી ગમે તે એલર્જી હોય કે ડરતા હોય, પણ ખેડૂતના પ્રશ્નને સાથ આપવા માગતા નથી એ ચોક્કસ વાત છે. ​આરતીબેન ઢોલરીયા જણાવ્યું હતું કે આ સરકારને પહેલેથી જ મીડિયાનો બહુ ડર લાગે છે. આ સરકાર ક્યારેય લોકશાહીના એક સ્તંભમાં માનતી જ નથી. જો ગોદી મીડિયાના પત્રકારો હોત તો જવા દેત, પણ પ્રશ્ન પૂછે એવા પત્રકારો હોવાથી ના પાડી. તેમને એવા જવાબો આપવા છે કે એમની કોઈ જવાબદારી નથી, પોતે ચૂંટાઈને આવ્યા એની પહેલાનું કાંઈ હોય તો એમની જવાબદારી નથી. હવે આવા જવાબો આપવા હોય તો પછી મીડિયા હાજર હોય ત્યારે ખેડૂતોને જવાબ કેમ આપી શકે?" આ મામલે ધારાસભ્ય સંજય કોરડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતો વાસ્તવમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કે સમર્થકો હતા, જેના કારણે મેં મીડિયાને અંદર આવવાની અને કવરેજ કરવાની મનાઈ કરી હતી,39 વર્ષ જૂની ઘટના કે બાબત વિશે મને માહિતી કઈ રીતે હોઈ શકે? જોકે, જ્યારે પણ યોગ્ય અને વ્યાજબી મુદ્દાઓ સામે આવે છે, ત્યારે હું મીડિયાને હંમેશા તેનો યોગ્ય જવાબ આપું જ છે.
    Click here to Read More
    Previous Article
    'તારા બાપથી તું ન સચવાઈ, હવે મારે તને સાચવવાની':રાજકોટમાં પતિએ પત્નીને માર માર્યો, સાસરિયાઓનો ત્રાસ, 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા'તા
    Next Article
    મોરબીમાં ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમમાં 6500 દિવડા પ્રગટાવાશે:મણિમંદિરમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષસ્થાને ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment