Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ અટકાવવાના નામે તોડબાજી કરનારાઓ સામે મનપાની કડક ચેતવણી:ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન અજય બાપોદરાએ કાયદેસર કાર્યવાહીની ચેતવણી આપી

    6 hours ago

    પોરબંદર મનપાએ ગેરકાયદે બાંધકામ અટકાવવા કે તોડી પાડવાના નામે તોડબાજી કરતા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અજય બાપોદરાએ આવા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ચેરમેન અજય બાપોદરાએ જણાવ્યું કે, કેટલાક લોકો ગેરકાયદે બાંધકામોની ખોટી વિગતો કે ફોટા રજૂ કરીને કામ અટકાવવાની ધમકી આપે છે. તેઓ નાગરિકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. આવી ફરિયાદો ધ્યાને આવી છે. પાલિકા કે ટાઉન પ્લાનિંગ શાખાના નામે થતો ખોટો વહીવટ કે આર્થિક ઉઘરાણાં જરાય ચલાવી લેવામાં આવશે નહીં. કોઈ પણ અનઅધિકૃત વહીવટ કે છેતરપિંડી સામે કડક પગલાં લેવાશે. નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી પોરબંદર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા તરફથી લેખિત અને સત્તાવાર નોટિસ ન મળે, ત્યાં સુધી કોઈના પણ કહેવાથી બાંધકામ અટકાવવું નહીં કે કોઈ પણ પ્રકારની લેતીદેતી કરવી નહીં. જો કોઈ વ્યક્તિ મનપા અધિકારી કે કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક ફોજદારી અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. આવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ ધ્યાને આવે તો નાગરિકોએ તાત્કાલિક પોરબંદર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કચેરી અથવા કમિટી ચેરમેનનો સીધો સંપર્ક કરવો. ચેરમેન અજય બાપોદરાએ શહેરીજનોને અપીલ કરી છે કે, તેઓ કોઈના દબાણ કે લાલચમાં ન આવે. પારદર્શક વહીવટ જાળવવા માટે મનપા તંત્રને સહકાર આપે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી પીસી બરંડાએ અંબાજી પદયાત્રીઓ માટે વિસામાનો શુભારંભ કરાવ્યો:શામળાજી રુદ્રેશ્વર મહાદેવ મંદિરે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા શરૂ
    Next Article
    આવો નજારો તો માત્ર ગીરનાર પર જ જોવા મળે, VIDEO:ધુમ્મસથી ઢંકાયેલો પર્વન અને ઝરમર વરસાદ, ઘનઘોર વાદળો ચીરીને પ્રકૃતિ-પરમેશ્વરનો સમન્વય માણતા પ્રવાસીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment