Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી આજે જાહેર થશે:ઓક્ટોબરની શરૂઆતમાં મતદાનની શક્યતા, થોડીવારમાં ચૂંટણીપંચ જાહેરાત કરશે

    11 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે આવી શકે છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રક્રિયાને વેગ મળશે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં મતદાન યોજાય તેવી શક્યતા છે. આ ચૂંટણી કાર્યક્રમમાં મતદાનની તારીખ, ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા, ફોર્મ ચકાસણી, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ અને મતગણતરી સહિતની તમામ વિગતો સ્પષ્ટ થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતા અમલમાં આવશે. રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યે રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત બાદ ગાંધીનગર મનપાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ખાસ કરીને મતદાનની તારીખ અને મતગણતરી ક્યારે યોજાશે તેના પર રાજકીય પક્ષો તથા ઉમેદવારોની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    માસક્ષમણ અને અઠ્ઠાઈના તપસ્વીઓના હર્ષોલ્લાસ સાથે પારણા યોજાયા:ભાવનગરમાં જૈન તપસ્વી અમીબેન વાકાણીના 31 દિવસની કઠોર ‘માસક્ષમણ’ તપસ્યા પૂર્ણ કરી, પારણા મહોત્સવની ધામધૂમથી ઉજવણી
    Next Article
    ગોધરાના સિગ્નલ ફળિયા રોડ પર ખાડા પૂરવાનું કામ શરૂ:લાંબા સમયથી પરેશાન વાહનચાલકોને હવે મળશે મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment