Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના આડા સંબંધનો વિરોધ કરતા પરિણીતાનો આપઘાત:ટંકારાના નેકનામ ગામે પતિ અને જેઠ સામે ફરિયાદ, પોલીસે ગુનો નોંધ્યો

    9 hours ago

    ટંકારાના નેકનામ ગામે એક પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક મહિલાની માતાએ તેના જમાઈ અને જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય મહિલા સાથેના સંબંધોનો વિરોધ કરવા બદલ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો, જેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જાંબુ ગામના રહેવાસી મલીબેન ભારતભાઈ પરમાર (42)એ આ ફરિયાદ નોંધાવી છે. તેમની દીકરી સુનીતાબેન (24) અને જમાઈ માજુભાઈ ચીમનભાઈ સંગોડ ટંકારા તાલુકાના નેકનામ ગામમાં કિશોરભાઈ ચીકાણીની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા. ફરિયાદમાં મલીબેને તેમના જમાઈ માજુભાઈ ચીમનભાઈ સંગોડ અને તેના મોટા ભાઈ રાજુભાઈ ચીમનભાઈ સંગોડ સામે આરોપ લગાવ્યો છે. આ બંને દાહોદના ધાનપુર તાલુકાના પાવ ગામના રહેવાસી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના જમાઈ માજુભાઈને અન્ય છોકરી સાથે આડા સંબંધ હતા. સુનીતાબેને આ સંબંધો નહીં રાખવા માટે કહ્યું હતું. આ બાબતે માજુભાઈ સુનીતાબેન સાથે અવારનવાર ઝઘડો કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત, માજુભાઈના મોટા ભાઈ રાજુભાઈ પણ આ ત્રાસ આપવામાં મદદ કરતા હતા. આ દુઃખ અને ત્રાસથી કંટાળીને સુનીતાબેને નેકનામ ગામે વાડી વિસ્તારમાં જાંબુડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો. મૃતક પરિણીતાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે, પોલીસે મૃતક મહિલાના પતિ અને જેઠ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 125 વર્ષ જૂની ટોપલા ઉજાણી પરંપરા:જળચોક ઠાકોર વાસમાંથી નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓ માથે પૂજાના ટોપલા લઈને જોડાઈ
    Next Article
    સારોલીમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી:કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment