Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદમાં એક મહિનામાં બીજી વખત દીપડો દેખાતા ફફડાટ:મોટી દેવતી ગામ રોડ પાસે શ્વાનનું મારણ અને ફૂટ પ્રિન્ટ દેખાયા, વન વિભાગે પાંજરા ગોઠવ્યા

    1 day ago

    અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં એક મહિનામાં બીજી વખત દીપડાની દહેશત છે. મોટી દેવતી ગામ રોડ પાસે દીપડાના પંજા દેખાયા હોવાની સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જંગલ જેવા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ પણ કરવામાં આવ્યું છે. જે બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું અને પાંજરા પણ ગોઠવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટ, 2026માં પણ અમદાવાદ શહેર અને સાણંદ તાલુકાની આસપાસ દીપડો ફરી રહ્યો હતો. ફૂટ પ્રિન્ટ મળ્યા તે દીપડાના હોવાની પૂરી શક્યતા:RFO સાણંદ રેન્જના વન વિભાગના RFO હરેશભાઈ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે 15 સપ્ટેમ્બરના મોટીદેવતી ગામે દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને જે પંજાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે તે દીપડાના હોવાની પૂરી શક્યતા છે. અગાઉ પણ મોટી દેવતીમાં જ દીપડો દેખાયો હતો હરેશ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, અમે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. અગાઉ પણ મોટી દેવતી ગામ પાસે જ દીપડો દેખાયો હોવાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા અને તેની પાછળના ભાગે જ ફરી એકવાર આ ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે. જેથી દીપડો આસપાસમાં હોવાની શક્યતાના પગલે હાલમાં તેને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: વર્ષ 2026માં અમદાવાદ શહેર-જિલ્લામાં દીપડો દેખાયાની તસવીરો 19 જુલાઈ, સ્થળ: ઘુમા, અમદાવાદ શહેર અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં પણ દીપડાએ દેખા દીધી હતી. 19 જુલાઈએ મોડી રાત્રે શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. બાદમાં સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. જેના CCTV પણ સામે આવ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર 16 ઓગસ્ટ, સ્થળ: મોટી દેવતી, સાણંદ અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં જુલાઈમાં મહિનામાં દીપડો દેખાયા બાદ ઓગસ્ટ મહિનામાં સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હતો. મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. આ વિસ્તારમાં મળી આવેલા ફૂટ પ્રિન્ટ દીપડાના જ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી હતી અને પાંજરા પણ ગોઠવ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ, ગાંધીનગરમાં દીપડા નોંધાયેલા નથી વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2023ના રાજ્યવ્યાપી દીપડાની વસ્તી અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 2,294 નોંધાયેલા દીપડા છે, જ્યારે હાલમાં અંદાજિત સંખ્યા આશરે 2,600 જેટલી હોવાનું અધિકારીઓનું માનવું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ જિલ્લામાં દીપડાની નોંધાયેલી વસ્તી નથી.
    Click here to Read More
    Previous Article
    નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો:હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમાં છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો
    Next Article
    રાજકોટમાં પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ:10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને માર મારતા કહ્યું તારા બાપથી તું ન સચવાઈ, હવે મારે તને સાચવવાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment