Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:મોરબીમાં દશકામાં સાત વખત સપ્ટેમ્બર પછી મેઘરાજા ભરપૂર વરસ્યા‎

    1 day ago

    મોરબી જિલ્લામાં છેલ્લા દાયકાના વરસાદના આંકડા ચોમાસાના એક રસપ્રદ ચિતાર આપે છે. ખાસ કરીને મોરબીમાં ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની અસરથી વરસાદની પેટર્ન બદલાય છે. જેમાં એક દાયકામાં સપ્ટેમ્બર પછી ચોમાસાના અંતિમ તબબકામાં સાત વખત મેઘરાજાએ ધમાકેદાર ઇગીન ખેલી ચોમાસાનું ચિત્ર ઉજળું કરી દીધું હતું. 2016થી 2025 દરમિયાનના આંકડાની સરખામણી કરીએ તો 10માંથી 7 વર્ષમાં જૂનથી ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી વધુ વરસાદ નોંધાયો છે. આંકડામાં 2016માં જૂનથી ઓગસ્ટ દરમિયાન 320 મિમી સામે સપ્ટેમ્બર બાદ 138 મિમી વરસાદ થયો હતો, પરંતુ 2017માં 530 સામે 241 મિમી, 2018માં 195 સામે 81 મિમી અને 2020માં 815 સામે 310 મિમી હોવાથી આ ચાર વર્ષમાં શરૂઆતનો તબક્કો વધુ વરસાદી રહ્યો હતો. તેની સામે 2019, 2021, 2022, 2024 અને 2025 ઉપરાંત 2016-18ના આંકડા સાથેની સીધી ગણતરી મુજબ કુલ સાત વર્ષમાં સપ્ટેમ્બર પછીનો તબક્કો વધુ રહ્યો છે. સપ્ટેમ્બર પછી વરસાદ વધવાના આ ટ્રેન્ડમાં સૌથી મોટો ઉછાળો 2019માં જોવા મળ્યો હતો, જ્યારે જૂનથી ઓગસ્ટના 590 મિમી સામે સપ્ટેમ્બર બાદ 585 મિમી વરસાદ પડ્યો હતો. 2024માં તો બંને તબક્કાનો વરસાદ લગભગ સરખો રહ્યો હતો. જૂનથી ઓગસ્ટના 543 મિમીની સામે સપ્ટેમ્બર બાદ 544 મિમી વરસાદ સાથે માત્ર 1 મિમીનો તફાવત રહ્યો હતો. 2025માં જૂનથી ઓગસ્ટ સુધી 395 મિમી વરસાદ થયો હતો, જ્યારે સપ્ટેમ્બર બાદ 357 મિમી નોંધાયો હતો. એટલે 2024ની જેમ સપ્ટેમ્બર પછી વરસાદે ચોમાસાને મોટો વેગ આપ્યો હોવા છતાં 2025માં શરૂઆતના ત્રણ મહિનાનો વરસાદ 38 મિમી જેટલો વધુ રહ્યો હતો. 2019માં બંને તબક્કે મેઘરાજાની લગભગ સરખી ઇનિંગ 2019માં જૂનથી ઓગસ્ટ સુધી 590 મિમી વરસાદ પડ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી 585 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે બંને સમયગાળા વચ્ચે માત્ર 5 મિમીનો તફાવત રહ્યો હતો. આ જ વર્ષમાં કુલ 1,175 મિમી સાથે સમગ્ર દાયકાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. એટલે 2019માં ચોમાસાના શરૂઆતના તબક્કાથી અંતિમ તબક્કા સુધી વરસાદની જોરદાર હાજરી રહી હતી. દસકાના વરસાદના આંકડા‎ સપ્ટેમ્બર પછી 2019માં દાયકાનો સૌથી વધુ વરસાદ જૂનથી ઓગસ્ટ પછીના વરસાદની વાત કરીએ તો 2019માં સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી 585 મિમી વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર દાયકામાં આ તબક્કાનો સૌથી મોટો આંકડો છે. ત્યારબાદ 2024માં 544 મિમી અને 2020માં 310 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે સપ્ટેમ્બર પછી મેઘરાજાની સૌથી ધમાકેદાર ઇનિંગ 2019માં રહી હતી. 2024નો આંકડો પણ નોંધપાત્ર રહ્યો, કારણ કે જૂન-ઓગસ્ટમાં 543 મિમી પડ્યા બાદ સપ્ટેમ્બર પછી વધુ 544 મિમી વરસતાં માત્ર એક મિમીના અંતરે બંને તબક્કા રહ્યા.
    Click here to Read More
    Previous Article
    વૃંદાવન-6 બંગ્લોઝમાં ગણેશોત્સવનો બીજો દિવસ ધામધૂમથી ઉજવાયો:પરેશભાઈ પટેલે જન્મદિવસ પર ફરાળી નાસ્તો કરાવ્યો, કેતનભાઈએ કવિતા ગાઈ
    Next Article
    Ton-Up Harry Brook Leads From Front As England Hammer Sri Lanka In 1st T20I

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment