Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં માધવપ્રિયદાસજી સ્વામીનું વ્યાખ્યાન અને સન્માન કરાયું:'સ્વરાજ્ય, સ્વબોધ અને ભારતીય ભાષાઓની ભૂમિકા' વિષય પર ગ્રંથનું વિમોચન પણ થયું

    6 hours ago

    વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ગણેશ ચતુર્થી અને હિન્દી દિવસ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાનમાળા યોજાઈ હતી.આ પ્રસંગે SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીનું 'સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા' વિષય પર મુખ્ય વ્યાખ્યાન યોજાયું. દર્શન વિભાગના પ્રોફેસર રજનીશકુમાર શુક્લાએ આ વ્યાખ્યાનમાળાની અધ્યક્ષતા કરી. વેદાંત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુધાકર મિશ્ર દ્વારા કાર્યક્રમનું સંયોજન અને વ્યવસ્થા સંભાળવામાં આવી. આ અવસરે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રોફેસરો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વામીજીને વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને વિશ્વભરમાં સંસ્કૃત તથા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા. સ્વામીજીનું વ્યાખ્યાન ખૂબ પ્રેરણાદાયક રહ્યું. તેમણે પોતાના વિદ્યાર્થી કાળની યાદો તાજી કરી અને જણાવ્યું કે સંસ્કૃત ભાષા આપણી બધી ભાષાઓની જનની છે. જો ભાષા નાશ પામે તો સંસ્કૃતિ પણ નાશ પામે છે, તેથી જ વિદેશી પરિબળોએ આપણી ભાષાઓ પર હમલા કર્યા. સ્વામીજીએ જણાવ્યું કે આજે વેદ અને વિજ્ઞાન બંનેનો એક સાથે અભ્યાસ જરૂરી છે, જેથી આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને સમજી તથા સુરક્ષિત રાખી શકાય.સ્વામીજી દ્વારા લખાયેલ ગ્રંથ 'શ્રીસ્વામિનારાયણ દર્શન સાર સંગ્રહ'ની નવી આવૃત્તિનું વિમોચન પણ થયું. આ ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. પ્રોફેસર રજનીશકુમાર શુક્લાએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે ભારતભૂમિ પર પ્રગટ થઈને લોકોના કલ્યાણ અને જીવોના ઉદ્ધાર માટે કાર્યો કર્યા છે. ભગવાન સ્વામિનારાયણની એ જ મૂળ પરંપરાને આગળ વધારતા માધવપ્રિયદાસજી સ્વામી સેવાકાર્યો કરી રહ્યા છે. તેમની હાજરી સૌ માટે મહત્વની હતી. આ સમારોહમાં વરિષ્ઠ વિદ્વાન કમલાકાંત ત્રિપાઠી, પ્રોફેસર શૈલેષ કુમાર મિશ્રા, પ્રોફેસર શંભકનાથ શુક્લા, પ્રોફેસર અમિત કુમાર શુક્લા, પ્રોફેસર જિતેન્દ્ર શાહી, પ્રોફેસર રાજનાથ, ડો. યોગેશ પાઠક, ડો. વિશ્વેશ્વર દેવ પ્રસાદ મિશ્રા, ડો. સંજય ત્રિપાઠી, ડો. વિપિન કુમાર સિંહ, ડો. અભિષેક કુમાર ઉપાધ્યાય, ડો. સુનીલ ચૌધરી અને ડો. નીરજ મણિ મિશ્રા સહિત અનેક પંડિતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જન્મદિવસ પર વિશ્વઉમિયાધામમાં 76,000 દિવડા ઝગમગશે:CM ભૂપેન્દ્ર પટેલ મહાઆરતી કરશે, 76 Gen Zના નેતૃત્વમાં 5000 લોકો વંદે માતરમ ગાશે
    Next Article
    સિવિલમાં રજાના દિવસે પણ દર્દીઓ ઉમટ્યા:રાજકોટનાં રૈયા ગામમાં ગૅસ લીકેજથી આગ ભભૂકી, ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી જાનહાની ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment