Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિવસ પર વિશ્વઉમિયાધામમાં 76,000 દિવડા ઝગમગશે:CM ભૂપેન્દ્ર પટેલ મહાઆરતી કરશે, 76 Gen Zના નેતૃત્વમાં 5000 લોકો વંદે માતરમ ગાશે

    6 hours ago

    અમદાવાદના જાસપુર ખાતે બની રહેલા વિશ્વઉમિયાધામ મંદિરમાં બુધવારે રાતે 12 વાગ્યે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે 76 હજાર દિવડા પ્રગટાવી મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ પ્રસંગે ગુજરાતમાં પહેલીવાર રાતે 12 વાગ્યે 76 Gen Z યુવાનોના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય માટે મા ઉમિયાને પ્રાર્થના કરી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ Gen Z યુવાનોને સમાજ અને રાષ્ટ્રના કાર્યોમાં જોડવાનો પણ છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો મા ઉમિયાના મહાપ્રસાદનો લાભ લેશે. આયોજનમાં 500થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. અમદાવાદ અને ગાંધીનગરમાંથી 100થી વધુ બસ દ્વારા ભક્તો વિશ્વઉમિયાધામ પહોંચશે. 'આશીર્વાદનો દીવો' નામના આ કાર્યક્રમમાં એક લોકડાયરાનું પણ આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    દુનિયા પર રાજ કરનાર બ્રિટનના ફાડિયાં:3 નેતા, 3 પ્રદેશ અને 300 વર્ષ પછી છૂટાછેડા; ટ્રમ્પ પણ કૂદ્યા, ભાગલાથી ભારતને શું ફેર પડે?
    Next Article
    સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં માધવપ્રિયદાસજી સ્વામીનું વ્યાખ્યાન અને સન્માન કરાયું:'સ્વરાજ્ય, સ્વબોધ અને ભારતીય ભાષાઓની ભૂમિકા' વિષય પર ગ્રંથનું વિમોચન પણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment