Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કપરાડામાં શિક્ષકે દારૂની લતના ઝઘડામાં પત્નીને પતાવી દીધી:આનંદીબેનને સુરેશ વાઘમારેએ માથામાં લાકડીના ફટકા માર્યા, દીકરાને કહ્યું- તારી મમ્મી જાગતી નથી

    6 hours ago

    વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કરજુન ગામે એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં પ્રાથમિક શાળાના એક શિક્ષકે જ પોતાની પત્નીની લાકડીના ફટકા મારીને કરપીણ હત્યા કરી નાખી છે. પત્નીની દારૂ પીવાની લત અને ઘરકામ ન કરવા અંગે લાંબા સમયથી ચાલતા અણબનાવે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. સરવરટાટી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ લક્ષ્મણભાઈ વાઘમારેના લગ્ન આનંદીબેન સાથે થયા હતા. મૃતક આનંદીબેન દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને અવારનવાર ઘર છોડીને બહાર જતા રહેતા હતા. આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. અગાઉ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હોવા છતાં વિવાદ શમ્યો ન હતો. સવારે 5 વાગ્યે ઘરે પરત ફરતા થઈ બબાલ ઘટનાના દિવસે સવારે 5:00 વાગ્યે આનંદીબેન ઘરે પરત આવ્યા હતા. આ સમયે પતિ સુરેશ સાથે દારૂની લત બાબતે ફરી તીવ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા શિક્ષક પતિએ લાકડી વડે પત્નીના માથા તેમજ પેટના ભાગે આડેધડ ફટકા માર્યા હતા, જેના કારણે આનંદીબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પુરાવા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ હત્યા કર્યા બાદ આરોપી પતિએ લોહીવાળા કપડાં દૂર સંતાડીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાના પુત્ર પ્રવીણ વાઘમારેને "તમારી મમ્મી જાગતી નથી" તેમ કહી ઘટના અંગે જાણ કરી હતી. પુત્રએ ઘરે આવી તપાસ કરતા માતા મૃત હાલતમાં મળી આવી હતી, જેથી તેણે તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરી હતી. પોલીસ કાર્યવાહી બનાવની જાણ થતાં જ કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પુત્ર પ્રવીણ વાઘમારેની ફરિયાદના આધારે હત્યા તેમજ પુરાવા નાશ કરવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી સુરેશ વાઘમારેની અટકાયત કરી હત્યામાં વપરાયેલા હથિયાર અને કપડાં કબજે કરવા સહિતની વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મંદિરમાં પાણી-ગાડીઓ ડૂબી, VIDEO:માંડવીમાં તોફાની 7 ઇંચ, કચ્છ-સૌરાષ્ટ્ર માથે વરસાદનું જોર વધ્યું, PM મોદીના બર્થડે પર ગુજરાતમાં વિશેષ ઉજવણી
    Next Article
    'અમે બંધારણના રક્ષક છીએ, ખાખીના જોરે ડરાવી નહીં શકાય':વક્ફ બોર્ડ અધ્યક્ષની પોલીસ ફરિયાદ સામે સુરતમાં કોંગ્રેસના ઉધનાવાલા અને સાયકલવાલાનો લલકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment