Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં મેઘમહેરથી ધરતીપુત્રોના ચહેરા પર સ્મિત:કલેક્ટર કચેરીએ સાંસદ અને ધારાસભ્યોએ મીઠું મોં કરાવી વધામણા કર્યા

    16 hours ago

    કચ્છમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રો અને માલધારીઓમાં ખુશીનો માહોલ છે. સૂકાઈ રહેલી જમીનમાં વરસાદથી નવજીવનની આશા જાગી છે. વરસાદની આ ખુશી માત્ર ગામડાં પૂરતી સીમિત નથી. ભુજમાં કલેક્ટર કચેરી ખાતે પણ મેઘરાજાના આગમનની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓએ એકત્ર થઈને વરસાદનું સ્વાગત કર્યું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર અમિત રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને મીઠું મોં કરાવી ખુશી વ્યક્ત કરી. કચ્છ જેવા સરહદી અને અર્ધશુષ્ક જિલ્લામાં વરસાદનું ખાસ મહત્વ છે. ચોમાસામાં સારો વરસાદ ખેતી, પીવાના પાણી અને પશુધન માટે જીવનદાયી હોય છે. છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી ખેતરોમાં વાવેતર માટે નવી આશા જાગી છે. ચરિયાણ વિસ્તારોમાં પણ લીલોતરી જોવા મળવાની શક્યતા છે. ખાસ કરીને માલધારીઓ માટે વરસાદ રાહત લઈને આવ્યો છે. વરસાદથી ઘાસચારો ઉપલબ્ધ થવાની શક્યતા વધી છે. તેનાથી પશુપાલકોને મોટી રાહત મળશે. પાણીના સ્ત્રોતોમાં પણ વધારો થવાની આશા છે. આગામી દિવસોમાં પીવાના પાણીની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. મેઘરાજાની મહેરથી કચ્છમાં અછતના ઓછાયા હળવા થયા હોય તેવો માહોલ છે. લાંબા સમય બાદ વરસેલા વરસાદે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોના ચહેરા પર ખુશી લાવી છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે લોકો હવે સારા અને સતત વરસાદની આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મનોજ જરાંગે મરાઠા અનામત માટે જાલનાથી મુંબઈ રવાના:આઝાદ મેદાનમાં પ્રદર્શનની મંજુરી નહીં; 3 વર્ષમાં 11મી ભૂખ હડતાળ
    Next Article
    રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિએ 37મો સન્માન સમારોહ કર્યો:240થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શિક્ષણ માટે પ્રોત્સાહન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment