Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતનગરના યુવકને બે શખસે કારમાં ઉઠાવી જઈને માર માર્યો:રીંગ રોડ પર ઊતારી બંને ફરાર, યુવકને સારવારમાં ખસેડાયો; પોલીસ ફરિયાદ નોંધાઈ

    6 hours ago

    ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતો સાહિલ અહેમદભાઈ બેલીમ તેના મિત્ર સાથે ફોન પર મસ્તી કરી રહ્યો હતો. તે સમયે લાલજી રાજુભાઈ જોગરાણાને પોતાની મસ્તી થતી હોવાની શંકા ગઈ હતી. આ બાબતની મનમાં દાઝ રાખી, સાહિલ બપોરે નમાજ પઢીને બહાર નીકળ્યો ત્યારે લાલજી અને રવિ કસોટીયાએ તેને અપશબ્દો કહી બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો. અને માર માર્યો હતો જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. યુવકને અલગ જગ્યાએ લઈ જઈ મારપીટ આ બંને શખસો સાહિલને મારુતિ ગલ્લા પાસે લઈ ગયા હતા અને "હું જ્યાં બેઠો હોઉં ત્યાં તારે કેમ આવવું?" તેમ કહીને ધોકા વડે માર માર્યો હતો. ત્યારબાદ તેને અધેવાડા તરફ લઈ જઈને ફરીથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત સાહિલને હોસ્પિટલ ખસેડાયો ઈજા પહોંચાડ્યા બાદ હુમલાખોરોએ સાહિલને રિંગ રોડ પર આવેલા નાયરા નાઈટ પંપ પાસે ઉતારી દીધો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત સાહિલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તેણે ભરતનગર પોલીસ સ્ટેશનમાં બંને શખસ સામે BNS અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોની સુરક્ષા માટે ગુજરાતમાં નવી નીતિ:શાળા-હોસ્પિટલથી સોશિયલ મીડિયા સુધી ‘ઝીરો ટોલરન્સ’, 50+ કર્મચારીવાળી સંસ્થામાં ક્રેચ ફરજિયાત
    Next Article
    A thumbnail assignment, Rs 3.87 cr, and no work order: The questions around Prasar Bharati’s Waves

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment