Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માત, એકનું મોત:અંજલિ બ્રિજ પર ટ્રકે બે યુવકોને કચડ્યા, એસ.જી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ બુકડો થઈ

    1 day ago

    અમદાવાદમાં 15 સપ્ટેમ્બરની સવારે અકસ્માતની બે ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં પાલડી વિસ્તારમાં અંજલિ બ્રિજ પાસે એક આઇસર ટ્રક જઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડમાં ટ્રક પણ સામેથી આવી રહી હતી. આઇસરની પાછળ એક બાઈક પર બે યુવક જઈ રહ્યા હતા. બાઇક ચાલકે આઇસરનો ઓવરટેક કરવા જતાં રોંગ સાઈડમાં આવતી અન્ય ટ્રક સાથે ટક્કર થતા બંને યુવકો બાઇક સાથે ટ્રકની નીચે આવી ગયા હતા. આ ઘટનામાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે એક યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ભાગી રહ્યો હતો, જેને સ્થાનિકો પકડવા માટે દોડ્યા પણ હતા. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે. ઇસ્કોન બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ, બુકડો એસ.જી. હાઈવે પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રિજ ઉપર સવારે 3:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. 20 વર્ષીય હેત સુનીલભાઈ પરીખ (રહે.શેફલ ગારનેટ એપાર્ટમેન્ટ, આનંદનગર, સેટેલાઇટ) કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઓવર સ્પીડના કારણે કાર બેકાબૂ બની ડાયવર્ઝન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સદનસીબે હેતને ઇજા પહોંચી નથી, પરંતુ કારનો બુકડો બોલી ગયો છે. ગાંધીનગરથી પરત ફરતા અકસ્માત અકસ્માતનો મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં કારચાલક પણ હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું કે, તે રાત્રે ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે સ્પીડમાં કાર ચલાવતા તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બ્રિજ પર મૂકેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા નહીં અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. જાહેરમાં પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ હેત પરીખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં EMI ન ચૂકવવા પર લોહી વેચાવીને વસુલી:મોબાઇલનો હપ્તો ભરી ન શકતા બે લોકો ઉઠાવી ગયા, બ્લડ બેંકમાં લઈ ગયા; યુવકને બંધક બનાવીને 5 દિવસ મજૂરી પણ કરાવી; ધરપકડના આદેશ
    Next Article
    નવસારીમાં પોલીસકર્મી પર જીવલેણ હુમલો:15 દિવસ પહેલા એક યુવકને હુમલાખોરોથી બચાવ્યો હતો; અદાવત રાખી રસ્તા પર આંતરી તલવાર ડંડાથી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment