Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર મિકેનિક દિવસે રેકી કરી ફ્લેટનાં તાળાં તોડતો:મહારાષ્ટ્રથી હોટેલમાં રોકાઈને લૂંટ ચલાવતી 'ચોર ચોકડી', વરાછામાં ઘરફોડ ચોરી કરનાર આરોપી અંબરનાથથી ઝબ્બે

    11 hours ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે દિવસે બંધ મકાનોને નિશાન બનાવતી કુખ્યાત આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી તેના એક સભ્યને મહારાષ્ટ્રના અંબરનાથથી દબોચી લીધો છે. ઝડપાયેલો આરોપી અજયસીંગ વિક્રમસીંગ ઠાકુર વ્યવસાયે કાર મિકેનિક છે અને તે પોતાના અન્ય 3 સાગરીતો સાથે મળીને અન્ય રાજ્યોમાંથી આવી ચોરીને અંજામ આપતો હતો. આ ગેંગની ગુના કરવાની ખાસ મોડસ ઓપરેન્ડીએ હતી કે તેઓ હંમેશા બપોરના સમયે જ્યારે લોકો નોકરી-ધંધે ગયા હોય ત્યારે જ બંધ ફ્લેટ શોધતા હતા. ત્યારબાદ લોખંડના સળિયા કે પક્કડ વડે દરવાજાના મુખ્ય લોક કે નકૂચા તોડી મિનિટોમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી નાસી છૂટતા હતા. વરાછાના સુંદર એપાર્ટમેન્ટમાંથી 2.15 લાખના દાગીનાની ચોરી કરી હતી ગત 2 સપ્ટેમ્બર, 2026ના માતાવાડી, કુબેરનગર સોસાયટીના સુંદર એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર B/307માં બપોરે ચોરી થઈ હતી. તસ્કરો મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશી કબાટની તિજોરીમાંથી રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 2,15,000 રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો દોર સંભાળ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સથી આરોપી અંબરનાથ વેસ્ટ બિગ સિનેમા પાસેથી ઝડપાયો તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલો આરોપી હાલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ ઈસ્ટ લોકનગરી વિસ્તારમાં હાજર છે. જેના આધારે ડીસીબીની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી હતી અને સ્થાનિક વર્કઆઉટ બાદ અંબરનાથ વેસ્ટ સ્થિત બિગ સિનેમા પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વિષ્ણુ હાઈટ્સમાં રહેતા 36 વર્ષીય અજયસીંગ વિક્રમસીંગ ઠાકુરને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. વલસાડથી ચોરેલા એક્ટિવા પર સુરતમાં રેકી કરી ચોરીઓને અંજામ આપ્યો પોલીસ પૂછપરછમાં અજયસીંગે કબૂલાત કરી કે, ગેંગના મુખ્ય સૂત્રધાર ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસીંગ ભાટીયાના પ્લાનિંગ મુજબ તેઓ 4 જણા મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા અને હોટેલમાં રૂમ રાખીને રોકાયા હતા. અગાઉ ફારૂક શેખ ઉર્ફે ગુડ્ડુ વલસાડથી જે એક્ટિવા ચોરી લાવ્યો હતો, તે સુરતના સરદાર માર્કેટ પાસે મૂક્યું હતું. આ એક્ટિવા લઈને અજયસીંગ અને ત્રિલોક વરાછા ગયા હતા અને ફ્લેટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના ચોર્યા હતા. ત્યારબાદ પીપલોદમાં પણ એક બંધ ફ્લેટનું તાળું તોડ્યું હતું, પરંતુ ત્યાંથી કશું મળ્યું નહોતું. તેમણે ઘોડદોડ રોડ, પાલ ગૌરવપંથ અને પાલનપુર વિસ્તારમાં પણ રેકી કરી હતી. મુખ્ય સૂત્રધાર સામે 9થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હિમાચલ પ્રદેશનો ત્રિલોક ઉર્ફે રાહુલ ભાટીયા રીઢો ગુનેગાર છે, જેની સામે અમદાવાદના શાહપુર, માધવપુરા, મણીનગર, નિકોલ તેમજ વલસાડના ડુંગરા, વાપી ટાઉન અને સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 9 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય સાગરીતો અફજલ ચૌધરી સામે હત્યાના પ્રયાસ તથા ફારૂક શેખ સામે પણ મુંબઈમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી અજયસીંગ ઠાકુર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ઋષિ ચૈતન્ય આશ્રમ દ્વારા યોગ નિંદ્રા કાર્યક્રમ યોજાયો:70 થી વધુ લોકો જોડાયા, આનંદમૂર્તિ ગુરુમાની પ્રેરણાથી શાંતિનો અનુભવ કરાવ્યો
    Next Article
    દોઢ દિવસના ગણપતિ બાપ્પાને આજે ભાવભીની વિદાય:ઘરોમાં સ્થાપિત બાપ્પાનું પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ વિસર્જન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment