Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેતરોમાં પાણી ભરાયા:પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં હજારો વિઘા પાકને નુકસાનની ખેડૂતોની ફરિયાદ

    1 day ago

    ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા બુલેટ ટ્રેન અને ફ્રેઇટ કોરિડોરના કામને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ગુસ્સો છે. ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઘણા વિસ્તારોમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટના કામ દરમિયાન પાણીના કુદરતી રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ કારણે વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ રહે છે. ખાસ કરીને ત્રાલસી અને કોઠી જેવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યા વિશે ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સંબંધિત વિભાગને ઘણી વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં, પાણીના નિકાલ માટે કોઈ કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, તેવો તેમનો આરોપ છે. આ ચોમાસામાં પણ ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી હજારો વિઘા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે, તેવો ખેડૂતોનો દાવો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે ખેડૂતોમાં વિભાગ અને પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સામે ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સંબંધિત વિભાગ સ્થળ તપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે.
    Click here to Read More
    Previous Article
    અંકિત સોસાયટી, ઈસનપુરમાં નવચંડી યજ્ઞનું આયોજન:જેમાં સોસાયટીના ૧૧ સભ્યોએ પૂજામાં બેસી ધર્મલાભ લીધો
    Next Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલમાં હિન્દી દિવસ નિમિત્તે સુલેખન, વાદ-વિવાદ સ્પર્ધા:વિદ્યાર્થીઓમાં ભાષા કૌશલ્ય અને વિચારશક્તિ વધારવા આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment