Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ રાણીપના રત્નસાગર હાઈટ્સમાં ગણેશ મહોત્સવ શરૂ:‘સેવ વોટર’ થીમ સાથે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઈ, ‘પાણી જ જીવન છે’ નો સંદેશ અપાયો

    1 day ago

    અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રત્નસાગર હાઈટ્સમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ વખતે પર્યાવરણ અને જળ સંરક્ષણનો સંદેશ આપતી “સેવ વોટર” થીમ સાથે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિના ડેકોરેશનમાં “પાણી જ જીવન છે” એવો સંદેશ આપવામાં આવ્યો છે. યુવક મંડળ દ્વારા તૈયાર કરાયેલા આ ડેકોરેશને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગણેશજીની સ્થાપના અને આરતી સમયે વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદ વચ્ચે પણ રત્નસાગર હાઈટ્સના ગણેશ ભક્તો ભક્તિ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા. વરસાદ પણ ભક્તોના ઉત્સાહને રોકી શક્યો નહોતો. ભક્તોના જયઘોષ અને ગણપતિ બાપ્પાના નાદથી સમગ્ર રત્નસાગર હાઈટ્સનો માહોલ ભક્તિમય બની ગયો હતો. જાણે વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદથી વરસી રહેલો વરસાદ પણ આ ઉજવણીમાં સામેલ થયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા અમદાવાદ ઉતર્યો હતો, કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન લવાયો હતો
    Next Article
    અંકિત સોસાયટી, ઈસનપુરમાં નવચંડી યજ્ઞનું આયોજન:જેમાં સોસાયટીના ૧૧ સભ્યોએ પૂજામાં બેસી ધર્મલાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment