Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઋષિ પંચમી:સામા પાંચમે સપ્તઋષિઓની પૂજાનું મહત્ત્વ, જાણો તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

    1 day ago

    આજે (15 સપ્ટેમ્બર) ઋષિ પંચમી એટલે કે સામા પાંચમનું વ્રત છે. આ સૌભાગ્ય વધારનારું વ્રત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે, આ તિથિ પર સાત ઋષિઓની પૂજા કરવાથી ભક્તને સૌભાગ્ય મળે છે અને જાણ્યે-અજાણ્યે કરેલા પાપ કર્મોના ફળમાંથી મુક્તિ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પંચમીને ઋષિ પંચમી કહેવામાં આવે છે. આ તિથિ પર સપ્તઋષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ પૂજા કરવાની પરંપરા છે. મત્સ્ય અવતાર સાથે જોડાયેલી છે સપ્તઋષિઓની કથા ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર હતો મત્સ્ય. મત્સ્ય એટલે માછલી. તે સમયે ધરતી પર જળપ્રલય આવ્યો હતો અને ભગવાનના મત્સ્ય અવતારે રાજા મનુ, સપ્તઋષિઓ અને અન્ય જીવોની રક્ષા કરી હતી. આ દિવસે શું ભોજન કરવું? ઋષિ પંચમીના દિવસે મોરૈયો અને દહીં ખાવાની પરંપરા છે. અનાજ અને મીઠાનું સેવન કરવું જોઈએ નહીં. સપ્તઋષિઓ સાથે જોડાયેલી ખાસ વાતો કશ્યપ ઋષિ - તેમના 17 પત્નીઓ હતા. અદિતિ નામની પત્નીથી બધા દેવતાઓ અને દિતિ નામની પત્નીથી દૈત્યોનો જન્મ થયો હતો. કદ્રુથી નાગ અને વિનતાથી ગરુડદેવનો જન્મ થયો હતો. અન્ય પત્નીઓથી પણ અલગ-અલગ જીવોની ઉત્પત્તિ (જન્મ) થઈ હતી. અત્રિ ઋષિ - રામાયણ અનુસાર શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસના સમયે અત્રિ ઋષિના આશ્રમે પણ ગયા હતા. અત્રિ મુનિના પત્ની સતી અનુસૂયા હતાં. અત્રિ ઋષિ અને અનુસૂયાના પુત્ર ભગવાન દત્તાત્રેય છે. ભારદ્વાજ ઋષિ - ભારદ્વાજ ઋષિએ આયુર્વેદ ગ્રંથની રચના કરી હતી. દ્વાપર યુગમાં તેમના પુત્ર તરીકે દ્રોણાચાર્યનો જન્મ થયો હતો. વિશ્વામિત્ર ઋષિ - વિશ્વામિત્ર મુનિ સાથે જોડાયેલી ઘણી કથાઓ છે. તેમની કથાઓ સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર, ત્રેતાયુગમાં શ્રીરામ-લક્ષ્મણ સાથે જોડાયેલી છે. તેમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી. ગૌતમ ઋષિ - ગૌતમ ઋષિના પત્ની અહલ્યા હતાં. ગૌતમ ઋષિના શાપને કારણે અહલ્યા પથ્થર બની ગયાં હતાં. શ્રીરામે અહલ્યા પર કૃપા કરી અને તેમને પથ્થરમાંથી ફરીથી મનુષ્ય બનાવ્યા હતાં. જમદગ્નિ ઋષિ - જમદગ્નિના પત્ની રેણુકા હતાં. આ બંનેના પુત્ર ભગવાન પરશુરામ હતાં. પરશુરામનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ છે અને તેઓ અષ્ટચિરંજીવીઓમાં સામેલ છે. વશિષ્ઠ ઋષિ - રામાયણ અનુસાર શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પ્રારંભિક શિક્ષણ વશિષ્ઠ મુનિએ જ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Trump’s AI Message: Ignore The 'Hoax’, Build More Data Centres
    Next Article
    24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ:14 તાલુકામાં 4 ઇંચથી વધુ, રાજ્યમાં હજી 17 ટકાની ઘટ; આજે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment