Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ:14 તાલુકામાં 4 ઇંચથી વધુ, રાજ્યમાં હજી 17 ટકાની ઘટ; આજે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ

    1 day ago

    12 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 6. 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે 14 તાલુકામાં 4 ઇંચથી વધુ, તો 26 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 મિમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. સોમવારના ભારે વરસાદથી વડોદરા, અમરેલી, જૂનાગઢ, પાટણ સહિતના શહેરોની હાલત ખરાબ થઈ હતી. ખાસ અમદાવાદને 52 દિવસ બાદ ફરી મેઘરાજાએ ધમરોળતા જંળબંબોળ બન્યું હતું. સાંજ સુધીમાં સરેરાશ 3.43 ઇંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ 31 ઇંચે પહોંચી ગયો છે. ભારે વરસાદના પગલે અંડરપાસો 5થી 6 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવા પડ્યા હતા. આ ઉપરાંત શહેરમાં 23 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને 2 ભયજનક મકાનનો ભાગ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવો ભરપૂર રહેવાની આશા શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 80 ટકા વરસી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ ચિંતાના વાદળો જ ઘેરાયેલા છે. નર્મદા છલકાવવાની તૈયારીમાં, અન્ય 206 જળાશયોમાં 67 ટકા જ પાણી નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ચૂક્યો છે. જો કે, અન્ય 206 જળાશયોમાં અત્યાર સુધીમાં 67 ટકા જ જળસંગ્રહ થયો છે. 79 ડેમ એવા છે કે, જેમાં હજી પણ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યેલો એલર્ટ ગુજરાત પર અત્યારે ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત ક્ષેત્રમાં અત્યંત ભારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સક્રિય વરસાદ નોંધાયો છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ એટલે કે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, બીજા દિવસથી એટલે કે, 16 સપ્ટેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે. માછીમારો અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ઋષિ પંચમી:સામા પાંચમે સપ્તઋષિઓની પૂજાનું મહત્ત્વ, જાણો તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
    Next Article
    Meta બાળકો સંબંધિત જાતીય શોષણના કેસની માહિતી આપશે:બાળ સુરક્ષા કેસ એજન્સીઓને જાણ કરશે; સરકાર સાથે વાતચીત બાદ સહમત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment