Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ કંપનીએ પાલિકાની બેદરકારી ગણાવી:હાંસાપુર નજીક પાલિકાના બોરના ખુલ્લા વાયરથી કરંટ લાગતાં યુવક મોતને ભેટ્યો

    7 hours ago

    પાટણ તાલુકાના હાસાપુર ગામે રહેતા 42 વર્ષીય કૌટુંબિક આજીવિકા રળતા અપરિણીત યુવક કાંતિજી સોમાજી ઠાકોરનું પાલિકા સંચાલિત બોર પર વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનામાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે જ્યારે બીજી તરફ ઘટના બાદ પાલિકા તંત્રે મૃતક પોતાના કર્મચારી હોવાનો જ ઈનકાર કરી દીધો છે. રવિવારે બપોરે આશરે 4 વાગ્યાના સુમારે ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે કાંતિજી ઠાકોર પોતાના માતા-પિતા અને પરિવાર સાથે રહેતા ઘર નજીક આવેલ પાલિકાનો બોર ચાલુ કરવા ગયા હતા. બોરની ઓરડીની બહાર વરસાદી પાણી ભરાયેલું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી વખતે અચાનક તેમનો પગ તૂટેલા અને ખુલ્લા વીજ વાયર પર પડ્યો હતો. પાણીમાં વીજપ્રવાહ પ્રસરેલો હોવાથી કાંતિજીને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિષ્ણુજી ઠાકોરે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ તપાસ અધિકારી પીએસઆઈ વી.ટી. રાજપૂતે જણાવ્યું હતું કે પરિવારે બોર ચાલુ કરતી વખતે કરંટ લાગવાથી મોત થયાનું જણાવતાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે પાલિકાની બેદરકારી: જીઈબી અધિકારી, કાયમી કે હંગામી કર્મી દફતરે નથી: સીઓ આ દુર્ઘટના અંગે પાટણ જીઈબીના અધિકારી જનકભાઈ પટેલે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હાસાપુર બસ સ્ટેશન નજીક આવેલા પાલિકાના બોર પર સ્ટાર્ટરથી બોર સુધીના વાયર વચ્ચેનો જોઈન્ટ ખુલ્લો રહી ગયો હતો. વરસાદી પાણી ભરાતાં વીજપ્રવાહ પાણીમાં પ્રસર્યો હતો જેના અકસ્માતમાં કાંતિજી મોત થયું હતું. વીજ વિભાગે આને પાલિકાની ઘોર બેદરકારી ગણાવી તાત્કાલિક કનેક્શન કાપી નાખ્યું છે તેમજ પાલિકાને નોટિસ પાઠવીને તમામ બોર અને પંપીંગ સ્ટેશનો પર કેબલ સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. સામા પક્ષે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ નામનો કોઈ કાયમી કે હંગામી કર્મચારી અમારા દફતરે નથી. મૃતક કાંતિજી ઠાકોર જવાબદારો અધિકારી સામે કાર્યવાહી કરો જાહેર સુરક્ષા પ્રત્યે નગર પાલિકા તંત્રનું આ વલણ અત્યંત નિર્દયી અને નિંદનીય છે. ખુલ્લા વાયરોનું સમયસર મેન્ટેનન્સ ન કરીને તંત્રે એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. આવી દુર્ઘટના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.
    Click here to Read More
    Previous Article
    રિલાયન્સનો 27 લાખના માલ સાથેનો ટ્રક ચોરાઈ ગયો:જેના પર ચોરીનો આરોપ લાગ્યો તેનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ; લોહીના ડાઘ, સડેલી લાશ અને એક ભયાનક કાવતરું
    Next Article
    गुरुग्राम हिट एंड रन केस : लेडी बाइकर सिया का नया वीडियो, बोलीं- टक्कर मारने के बाद रुके क्यों नहीं कल्याण?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment