Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વખત સુરત ડૂબ્યા બાદ ખાડીપૂર મુક્તિનું કાગળી નાટક:કન્સલ્ટન્ટ એજન્સી તસવીરો બતાવી છટકી જતાં એમ.થેન્નારાશન લાલઘૂમ, ‘હવે ફોટા નહીં નક્કર કામ આપો’ કહી ઊધડો લીધો

    1 day ago

    સુરતમાં ચોમાસું દસ્ક્ત આપે એટલે ખાડીકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અને લાખો પરિવારોનું સ્થળાંતર એ કોઈ નવી વાત નથી. વર્ષોથી ખાડીપૂરના નામે માત્ર પોકળ દાવાઓ અને કાગળ પર પ્લાનિંગ કરતી મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની ઉદાસીનતાને કારમે દર વર્ષે સુરતીઓ ખાડીના ગાંદા પાણીમાં ડૂબવા મજબૂર બને છે. દર વર્ષે જ્યારે પૂર આવે ત્યારે તંત્ર કાગળ પર સર્વે, સમીક્ષા બેઠકો અને માસ્ટર પ્લાનના નામે તાયફા કરે છે, પરંતુ ચોમાસું પૂરું થતાં જ આ તમામ ફાઈલો સરકારી કબાટોમાં ધૂળ ખાતી થઈ જાય છે. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ આજે પણ ઠેરની ઠેર છે. એજન્સી માત્ર ડ્રોન સર્વે અને મોડલ રનની તસવીરો બતાવી ખાડીપૂરથી સુરતને કાયમી મુક્તિ અપાવવાના નામે સરકારના સીધા મોનિટરિંગ હેઠળ અમદાવાદની એચસીપી એજન્સીને માસ્ટર પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે એજન્સીએ શરૂઆતમાં ફક્ત 15 જ દિવસમાં પ્રાથમિક સર્વે રિપોર્ટ રજૂ કરવાની મોટી-મોટી વાતો કરી હતી, તેના બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પ્રાથમિક તારણોનો કોઈ અતોપતો નથી. બે મહિના બાદ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ ફિલ્ડમાં થયેલી કોઈ નક્કર કામગીરી કે કાયમી ઉપાય રજૂ કરવાના બદલે એજન્સી માત્ર ડ્રોન સર્વે અને મોડલ રનની રંગબેરંગી ઈમેજો બતાવીને હાથ ઊંચા કરી લીધા હતા. એમ. થેન્નારાશને બેઠકમાં એજન્સીને આડે હાથ લીધા શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારાશને બેઠકમાં એજન્સીને આડે હાથ લેતાં સ્પષ્ટ કહેવું પડ્યું કે ‘હવે કાગળ પરના મોડલ નહીં, પરંતુ જમીન પર અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો જોઈએ’. આ શબ્દો જ સાબિત કરે છે કે સરકારી તંત્ર અને કન્સલ્ટન્ટ એજન્સીઓ પૂર નિવારણના મુદ્દે કેટલી હદે બિનજવાબદાર છે. બેઠક-બેઠક રમતા અધિકારીઓ માત્ર પ્રોજેક્ટરના પડદા પર સુરતની મુશ્કેલીઓ જોઈને સંતોષ માની રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે જમીન પર ખાડી ઊંડી કરવાનું, સફાઈ કે અવરોધો હટાવવાનું કોઈ જ નક્કર કામ શરૂ થઈ શક્યું નથી. એક સપ્તાહમાં જમીની હકીકત બદલી નાખશે? સૌથી શરમજનક બાબત એ છે કે ત્રણ મહિનામાં આખો માસ્ટર પ્લાન બનાવવાનો હતો, જેમાંથી બે મહિના માત્ર ફોટોગ્રાફી અને ઈમેજો પાછળ વેડફાઈ ગયા છે. હવે સરકારે એજન્સીને વધુ એક સપ્તાહની આખરી મહોલ આપી છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જે એજન્સી સાઠ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ પણ ન આપી શકી, તે એક સપ્તાહમાં જમીની હકીકત બદલી નાખશે? દર ચોમાસે કરોડો રૂપિયાના ટેન્ડરો અને સર્વેના નામે પ્રજાના પરસેવાની કમાણી પાણીમાં વહાવી દેવાય છે, છતાં ફિલ્ડમાં ઝીરો કામગીરી છે. તંત્રએ ફરી એકવાર બેઠકો બોલાવી કાગળી ઘોડા દોડાવ્યા દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ શરૂ થશે, ખાડીઓ ઓવરફ્લો થઈ, લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાયા અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયુ. તંત્રએ ફરી એકવાર તાકીદની બેઠકો બોલાવી કાગળી ઘોડા દોડાવ્યા અને આશ્વાસનો આપ્યા. ચોમાસું વિદાય લેશે એટલે ફરી ફાઈલો બંધ થઈ જશે. તંત્રની આ નિષ્ક્રિયતા અને કન્સલ્ટન્ટ એજન્સીની ઢીલી નીતિને કારણે સ્પષ્ટ દેખાય છે કે સુરતવાસીઓનું ભાગ્ય ફરી એકવાર ખાડીપૂરના ગંદા પાણીમાં ડૂબવાનું જ લખાયેલું છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા કોંગ્રેસમાં નવી નિમણૂકો મુદ્દે વિવાદ:જિલ્લા પ્રમુખે જાહેર કરેલી 116 નિમણૂકો પ્રદેશ પ્રમુખે રદ કરી, ગુલાબસિંહે કહ્યું- તમારી લડાઈ અમારી સાથે નહીં ભાજપ સામે હોવી જોઈએ
    Next Article
    ECB Security Delegation Lands In Pakistan To Check Preparations Ahead Of Tri-series

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment