Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રને રમાડવા વારંવાર ઘરે આવતા સગાનું જ પરિણીતા પર દુષ્કર્મ:રાજકોટમાં ઘરે આવી પ્રથમ અડપલાં કર્યા બાદ પતિ અને પુત્રને જોઈ લઈશ કહી ધમકી આપી હવશનો શિકાર બનાવી'તી

    7 hours ago

    રાજકોટમાં વધુ એક પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલા હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા મહિલાને તેના સબંધી શખ્સે બાળકને રમાડવા બહાને ઘરે આવી બાદમાં પ્રથમ અડપલાં કરી મહિલાએ વિરોધ કરતા પુત્ર અને પતિને જોઈ લઈશ કહી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા પરિણીતાએ આરોપી તરીકે તેમના દૂરના સબંધી દલસુખ વઢવાણિયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી દલસુખ તેમના સબંધી હોવાથી અવારનવાર તેમના દીકરાને રમાડવા ઘરે આવતો હતો દરમિયાન ગત તારીખ 18.07.2026ના રોજ વહેલી સવારે 5.30 વાગ્યે પરિણીતા ઘરે હતી ત્યારે આરોપી દલસુખ તેના નાના દીકરાને રમાડવાના બહાને ઘરમાં ઘુસી ગયો હતો અને બાદમાં પરિણીતા સાથે અડપલાં શરૂ કર્યા હતા. આરોપીએ અડપલાં કરતા પરિણીતાએ વિરોધ નોંધાવતા ઉશ્કેરાઈ પતિ અને પુત્રને જોઈ લઈશ કહી ધમકી આપી હતી અને બાદમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ જો આ બાબતે કોઈને પણ જાણ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી. આ શોષણનો સિલસિલો અવારનવાર ચાલુ રહેતાં પીડિતા માનસિક અને શારીરિક રીતે ભાંગી પડી હતી. આખરે આરોપીના સતત ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાના પરિવારજનોને ઘટનાની આપવીતી જણાવી હતી જેથી પરિવારજનોએ ફરિયાદ નોંધાવવા નિર્ણય કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે 64(2)(એમ), 351(2) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત બાદ વડોદરામાં કાર્યવાહી:સમરસ હોસ્ટેલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી
    Next Article
    જામનગરમાં ગણેશચોથે સપડા સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભારે ભીડ:શ્રદ્ધાળુઓ 27 કિલોમીટરની પદયાત્રા કરી દર્શને પહોંચ્યા; મોગલમાતાના મંદિરે કેમ્પમાં લીધો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment