Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગણેશચોથે સપડા સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભારે ભીડ:શ્રદ્ધાળુઓ 27 કિલોમીટરની પદયાત્રા કરી દર્શને પહોંચ્યા; મોગલમાતાના મંદિરે કેમ્પમાં લીધો લાભ

    8 hours ago

    જામનગર પાસે સપડામાં આવેલા પ્રસિદ્ધ સપડેશ્વર ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થીના પર્વ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. ગણેશ ચતુર્થીને કારણે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી. આખો દિવસ મંદિર પરિસરમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ રહ્યો. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશજીના દર્શન કરીને પરિવારની સુખાકારી, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. ગણેશ ચતુર્થીના પ્રસંગે કેટલાક શ્રદ્ધાળુઓએ જામનગરથી સપડા સુધીની આશરે 27 કિલોમીટરની પદયાત્રા કરી હતી. રસ્તામાં મોગલમાતાના મંદિર પાસે આવેલા મોટા કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચા-પાણી અને નાસ્તાનો લાભ લીધો. આ પદયાત્રા કરીને સપડેશ્વર ગણપતિ મંદિરે પહોંચેલા ભક્તોએ ભગવાન ગણેશજીના દર્શન કરીને પોતાની માનતા પૂરી કરી અને ધન્યતા અનુભવી. મંદિર પરિસર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહને કારણે ગણેશ ચતુર્થીના પર્વ પર સપડેશ્વર ગણપતિ મંદિરમાં ખાસ ધાર્મિક માહોલ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    પુત્રને રમાડવા વારંવાર ઘરે આવતા સગાનું જ પરિણીતા પર દુષ્કર્મ:રાજકોટમાં ઘરે આવી પ્રથમ અડપલાં કર્યા બાદ પતિ અને પુત્રને જોઈ લઈશ કહી ધમકી આપી હવશનો શિકાર બનાવી'તી
    Next Article
    પાટણમાં સરકારી કચેરીઓ-સ્કૂલના રસ્તા ખાડા અને પાણીથી બેહાલ:ખોદકામ પછી કામ અધૂરું રહેતા નાગરિકો-વિદ્યાર્થીઓ પરેશાન, અકસ્માતનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment