Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપટ કરવી ભારે પડી:આરોપીએ સંપર્ક કેળવી વાતચીત કર્યા બાદ રિલેશન રાખવા દબાણ કર્યું, યુવતીએ ના પાડતા ગ્રુપ બનાવી ફોટા-વીડિયો વાયરલ કર્યા

    9 hours ago

    રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતી યુવતીને અજાણ્યા યુવકે ફેસબુક પર મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર કરવી ભારે પડી છે. આજથી સાત મહિના પહેલા ફ્રેન રિકવેસ્ટ મોકલી બાદમાં જુદી જુદી રીતે વાતચીત કરી પરિચય કરલવ્ય બાદ રિલેશન રાખવા દબાણ કરતો હતો જો કે રિલેશન રાખવા ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ યુવતીના ફોટા-વીડિયો ખોટી રીતે વાયરલ કરી દેવા ધમકી આપતો હતો અને યુવતીના પરિચિતોનું ગ્રુપ બનાવી તેમાં ખોટા ફોટા-વીડિયો વાયરલ કરી બદનામ કરી શારીરિક માનસીમ ત્રાસ આપતો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ રાજસ્થાનના જયપુરમાં રહેતા શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને અશ્લીલ ચેટ કરવા દબાણ કર્યું હતું રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પડધરી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી બહેનને આશરે સાતેક મહિના પહેલા ફેસબુક પર "Arush idrisi” નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જે રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આરોપીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ મારફતે ફરિયાદી સાથે સંપર્ક કેળવી વાતચીત શરૂ કરી હતી. ફરિયાદી પાસેથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા વોટ્સએપ નંબર મેળવી આરોપીએ અલગ-અલગ મોબાઇલ નંબરો પરથી સંપર્ક કરવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ ફરિયાદી પાસેથી તેના ફોટા તથા આશરે 7 સેકન્ડનો વીડિયો મેળવી અને ફરિયાદીને અશ્લીલ ચેટ કરવા દબાણ કર્યું હતું. ફરીયાદીના 30 સંબંધીઓનું ગ્રુપ બનાવી ફોટો-વીડિયો વાયરલ કર્યા આ પછી ફરિયાદીએ ઇનકાર કરતાં તેનો વીડિયો તથા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં આરોપીએ ફરિયાદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી તેના એકાઉન્ટનો પોતાના મોબાઇલમાં ઉપયોગ કરી ફરીયાદીના આશરે 30 જેટલા સંબંધીઓનું ગ્રુપ બનાવ્યું અને તેમાં ફરિયાદી યુવતીના ફોટો તથા ફૈઝલ માંડલીયાનો ફોટો મૂકી અશ્લીલ તથા અપમાનજનક લખાણ કરી ફરિયાદીને માનસિક ત્રાસ આપતો હતો જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ગંભીરતા દાખવી મૂળ ઉત્તરપ્રદેશના અને રાજસ્થાનના જયપુરમાં રહેતા શખ્સ અફઝલ અહેમદ ઈદ્રિસીની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી દ્વારા અન્ય કોઈ યુવતીઓને આ રીતે બ્લેકમેલ કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને જો કોઈ લોકો આવી ધમકીઓનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેની માહિતી અને ઓળખ ગુપ્ત રાખી ચોક્કસ યોગ્ય કડક કાર્યવાહી આરોપીઓ વિરુધજ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ભાજપની 'સેવા સંકલ્પ અભિયાન' બેઠક:બેઠકમાં અભિયાનને વધુ સારી રીતે લાગુ કરવા અને તેના વિવિધ આયોજન પર ચર્ચા
    Next Article
    લાલપુરના ટેભડા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:રસ્તાઓ પર પાણી વહેતા થયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોને રાહત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment